IPLના આ નિયમથી નારાજ છે રોહિત શર્મા, કહ્યું- ખેલાડીઓને પોતાનું કૌશલ્ય બતાવવાની તક મળતી નથી
IPL 2024 પછી હવે T20 વર્લ્ડ કપ 2024 રમાશે. વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં આયોજિત થનારી આ ટુર્નામેન્ટની હાલ

IPL 2024 પછી હવે T20 વર્લ્ડ કપ 2024 રમાશે. વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં આયોજિત થનારી આ ટુર્નામેન્ટની હાલ ખૂબ જ ચર્ચા થઇ રહી છે. એવામાં માઈકલ વોન અને એડમ ગિલક્રિસ્ટ સાથે રોહિતે પોડકાસ્ટ પર ઘણી ચર્ચાઓ કરી છે. જેમાં રોહિતે આઈપીએલના એક ખાસ નિયમ પર પણ પોતાનો અભિપ્રાય જણાવતા કહ્યું હતું કે, તે આઈપીએલના ઈમ્પેક્ટ પ્લેયર નિયમથી નારાજ છે.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આઈપીએલના ઈમ્પેક્ટ પ્લેયરના નિયમ સામે ભારોભાર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું છે કે, આ નિયમને લીધે ઓલરાઉન્ડરોને પોતાનું કૌશ્યલ બતાવવાની તક મળતી નથી. તેમની ઈમેજને ઝટકો લાગે છે.
જણાવી દઈએ કે, ઈમ્પેક્ટ પ્લેયરના નિયમને આધારે ટીમો મેચ દરમિયાન ગમે ત્યારે એક ખેલાડીને બદલી શકે છે. આ કારણે પહેલી બેટિંગ કરનારી ટીમ મોટાભાગે એક એવા બેટરને ઈલેવનમાં સામેલ કરે છે, જેને આગળ જતાં અન્ય બોલરની સાથે રિપ્લેસ કરી દેવાય છે.
ઓલરાઉન્ડરોને કૌશલ્ય બતાવવાની તક મળતી નથી
રોહિતે કહ્યું કે, ક્રિકેટ 11 ખેલાડીઓ દ્વારા રમાય છે, 12 ખેલાડીઓથી નહીં! આ નિયમને કારણે શિવમ દુબે અને વોશિંગ્ટન સુંદર સહિતના ઓલરાઉન્ડરોને તેમના કૌશલ્યને દર્શાવવાની તક મળતી નથી. શિવમ દુબેને ચેન્નઈની ટીમ માત્ર પાવરહિટર તરીકેની જ ભૂમિકા સોંપે છે. તે મીડિયમ પેસર છે, છતાં તેને બોલિંગ મળતી નથી.






