રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બનાવ્યા 14 મોટા રેકોર્ડ, સિડનીમાં આ જોડીએ ધમાલ મચાવી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ રમાઈ, જેની પહેલી બે મેચમાં વિરાટ શૂન્ય પર આઉટ થયો હતો. રોહિત શર્માં પહેલી મેચમાં કંઈ ખાસ ના કરી શક્યું પણ તેણે બીજી અને ત્રીજી મેચમાં બેટથી પોતાનો જલવો સૌને બતાવ્યો. તેણે બીજી મેચમાં 73 અને ત્રીજી મેચમાં 121 રનની શાનદાર ઈનિંગ રમી હતી. વિરાટે પણ અંતિમ મેચમાં 74 રનની સારી ઈનિંગ રમી હતી. આ બધાની સાથે આ બંને ખેલાડીએ 14 મોટા રેકોર્ડ પણ બનાવી લીધા છે.
સિડનીમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને મેચ 9 વિકેટથી જીતી લીધી. આ મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી, 168 રનની અણનમ ભાગીદારી નોંધાવી. રોહિત શર્માએ અણનમ સદી ફટકારી, જ્યારે વિરાટ કોહલીએ પણ શાનદાર અડધી સદી ફટકારી હતી. આ મેચમાં બંને ખેલાડીઓએ મળીને 14 મોટા રેકોર્ડ બનાવ્યા હતા.
રોહિત શર્માએ બનાવ્યા આ મોટા રેકોર્ડ
- રોહિત શર્માએ પોતાના આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 50મી સદી ફટકારી છે.
- ઓસ્ટ્રેલિયામાં વિદેશી બેટ્સમેન દ્વારા સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. રોહિતે કુલ છ સદી ફટકારી છે. બીજા ક્રમે રહેલા વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયામાં પાંચ સદી ફટકારી છે.
- રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે પોતાની 9મી સદી ફટકારી છે. આ સાથે તેણે સચિન તેંડુલકરની બરાબરી કરી છે, જેમણે ઓસ્ટ્રેલિયા સામે પણ 9 સદી ફટકારી હતી.
- રોહિત શર્મા સૌથી વધુ વનડેમાં છગ્ગા મારનારાઓની યાદીમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. તેણે 93 છગ્ગા ફટકાર્યા છે. બીજા ક્રમે રહેલા ક્રિસ ગેલે 92 છગ્ગા ફટકાર્યા હતા.
- રોહિત શર્માએ વનડે ક્રિકેટમાં પોતાનો 100મો કેચ પણ પૂર્ણ કર્યો છે.
- રોહિત શર્મા ઓસ્ટ્રેલિયામાં બે વનડે પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યો છે.
- હિટમેન આ સિરીઝમાં 200 રન બનાવનાર એકમાત્ર બેટ્સમેન છે.
વિરાટ કોહલીએ બનાવ્યા આ મોટા રેકોર્ડ
8. લક્ષ્યનો પીછો કરતી વખતે સૌથી વધુ 50+ રન બનાવવાનો રેકોર્ડ હવે વિરાટ કોહલીના નામે છે. તેણે 70 વખત આવું કર્યું છે, જ્યારે સચિન તેંડુલકરે 69 વખત આવું કર્યું છે.
9. વિરાટ કોહલી વનડે ઇતિહાસમાં બીજા ક્રમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે.
18,426 – સચિન તેંડુલકર (452 ઇનિંગ્સ)
14,235* – વિરાટ કોહલી (293 ઇનિંગ્સ)
14,234 – કુમાર સંગાકારા (380 ઇનિંગ્સ)
10. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે 51 ઇનિંગ્સમાં 24મો 50+ સ્કોર (8 x 100s, 16 x 50s) બનાવ્યો છે, જે સચિન તેંડુલકર (70 ઇનિંગ્સ) સાથે સંયુક્ત રીતે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે.
RO-KO જોડીએ આ રેકોર્ડ તોડ્યો
11. ODIમાં સૌથી વધુ 100+ ભાગીદારી
26 તેંડુલકર – ગાંગુલી (176 ઇનિંગ્સ)
20 દિલશાન – સંગકારા (108)
19 રોહિત – કોહલી (101)*
18 રોહિત – શિખર (117)
12. સૌથી વધુ 100+ ભાગીદારી (ODI)
99 સચિન તેંડુલકર
82 વિરાટ કોહલી*
72 રિકી પોન્ટિંગ
68 રોહિત શર્મા*
67 કુમાર સંગકારા
13. વ્હાઇટ-બોલ ક્રિકેટમાં સૌથી વધુ રન (ODI + T20I)
18,437 વિરાટ કોહલી*
18,436 સચિન તેંડુલકર
15,616 કુમાર સંગાકારા
15,589 રોહિત શર્મા*
14,143 મહેલા જયવર્દને
14. વનડેમાં સૌથી વધુ 150+ ભાગીદારી
12: તેંડુલકર અને ગાંગુલી
12: રોહિત અને કોહલી
7: દિલશાન અને સંગકારા

