Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IND vs AUS: RO-KO pair showed their strength, Rohat's brilliant century came, Virat also scored 74 runs

IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે ભારતનો 9 વિકેટે વિજય, RO-KOની જોડીએ બતાવ્યો દમ

Timeછેલ્લું અપડેટ : 25 Oct 2025
લાઇવ ટીવીGoogle News
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે ભારતનો 9 વિકેટે વિજય, RO-KOની જોડીએ બતાવ્યો દમ
સોર્સ : GSTV

ભારત ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની ODI સિરીઝ તો હારી ગયું છે પણ ટીમ ઈન્ડિયાએ અંતિમ ODI જીતી લીધી છે. જેમાં ભારતે માત્ર એક વિકેટ ગુમાવીને આજની મેચ પોતાના નામે કરી અને સિડનીમાં ઐતિહાસિક વિજય મેળવ્યો છે. આ સફળતા મેળવવા પાછળ રોહિત શર્મા અને વિરાટ કોહલીનો મોટો ફાળો રહ્યો છે. રોહિતે શાનદાર સદી ફટકારી 121 રન બનાવ્યા હતા. આ ઉપરાંત વિરાટે પણ 74 રનની જોરદાર ઈનિંગ રમી હતી. આ બંને ખેલાડી નોટ આઉટ રહ્યા હતા. ભારત 9 વિકેટથી આ મેચ જીતી ચૂક્યું છે. 

App Store

માત્ર ગિલની વિકેટ ગુમાવી ભારત જીત્યું

ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં ભારતને 237 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં ટીમ ઈન્ડિયાએ માત્ર કેપ્ટન ગિલની વિકેટ ગુમાવી હતી. ગિલ 24 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. જો કે, વિરાટ અને રોહિતની ભાગીદારીએ કાંગારૂ બોલર્સને હંફાવ્યા હતા, આ બે ખેલાડીઓએ નોટ આઉટ રહી ભારતના ખોળામાં આજની મેચ નાંખી હતી અને સિડનિમાં તિરંગો લહેરાવ્યો હતો.

નોંધનીય છે કે, ભારતીય ટીમે પર્થમાં DLS નિયમ હેઠળ પહેલી ODI મેચ 7 વિકેટથી હારી હતી. એડિલેડ ODIમાં, તેઓ યજમાન ટીમ સામે 2 વિકેટથી હારી ગયા હતા. ભારતે હવે સિડની ODI જીતીને ઓસ્ટ્રેલિયાને ક્લીન સ્વીપથી વંચિત રાખ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ આ સિરીઝ 2-1થી જીતી છે.