IND vs AUSની અંતિમ ODI જીત્યા બાદ વિરાટ- રોહિતે નિવૃત્તિ અંગે આપ્યો મોટો સંકેત, ફેન્સ થયા ભાવુક

આજની મેચ પછી ઘણા ફેન્સને સવાલ થઈ રહ્યો છે કે, શું રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ODI ક્રિકેટમાંછી નિવૃત્તિ લઈ લીધી છે? આનો જવાબ અમે તમને જણાવી રહ્યા છે. ભારતને આજની મેચ જીતાડવામાં R-KOની જોડીએ સિંહફાળો આપ્યો, રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે 168 રનની અણનમ ભાગીદારી રહી હતી. જેને લઈ ભારતે ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાને 9 વિકેટથી હરાવ્યું. મેચ બાદ, આ બંને સિનિયર ખેલાડીઓએ નિવૃત્તિ અંગે મોટો સંકેત આપ્યો છે.
સિનિયર ખેલાડીઓનો નિવૃત્તિ અંગે મોટો સંકેત
સિડનીમાં ત્રીજી વનડે પછી, રોહિત અને વિરાટ બંનેએ ઓસ્ટ્રેલિયાને અલવિદા કહી દીધું છે. કેમ કે, હવે ઓસ્ટ્રેલિયામાં કોઈ વનડે પ્રવાસ નહીં થાય, જેમાં આ બે ખેલાડીઓ રમતા જોવા મળશે. કેમ કે 2026 માટે ઓસ્ટ્રેલિયામાં કોઈ એવો વનડે પ્રવાસ જાહેર કરવામાં આવ્યો નથી અને 2027 સુધી આ બે ખેલાડી વનડે રમશે કે નહીં તે તો સ્પષ્ટ નથી, અટકળો છે કે આ બંને 2027 સુધીમાં વનડેને અલવિદા કહી શકે છે. આ બધાની વચ્ચે બંને ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયાને અલવિદ કહ્યું છે.

રોહિત અને વિરાટનું ગુડબાય!
સૌથી પહેલા રોહિત શર્માએ કહ્યું કે તેને ઓસ્ટ્રેલિયા આવી રમવાનું ઘણું પસંદ રહ્યું છે. તેણે જણાવ્યું કે 2008ની યાદો હજુ પણ તેના હૃદયમાં તાજી છે, પરંતુ તેને ખબર નથી કે તે ફરીથી ઓસ્ટ્રેલિયામાં રમવા માટે પાછો ફરશે કે નહીં. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટનનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. ચાહકો આને નિવૃત્તિના સંકેત તરીકે ગણી રહ્યા છે.
બીજી તરફ વિરાટ કોહલીએ કહ્યું કે, તેને ઓસ્ટ્રેલિયા આવવાનું ખૂબ ગમે છે અને અહીં તેણે રમવાનો ખૂબ આનંદ માણ્યો છે. તેણે ચાહકોના સમર્થન બદલ આભાર પણ વ્યક્ત કર્યો અને તેમના અભિવાદનનો સ્વીકાર કરવા માટે હાથ ઉંચો કર્યો. એડિલેડ વનડે પછી તેના હાથ ઉંચા કરવું, એ પણ ચર્ચામાં રહ્યું હતુ, જેના કારણે એવી અટકળો શરૂ થઈ હતી કે તે ફરીથી મેદાનમાં નહીં ઉતરે. જોકે, તે મેદાનમાં પાછો ફર્યો અને 74 રનની જોરદાર ઇનિંગ રમી.
ચાહકો ભાવુક થયા
રોહિત શર્મા અને વિરાટ કોહલીના ઓસ્ટ્રેલિયાની વિદાયથી સોશિયલ મીડિયા પર ફેન્સ ભાવુક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચાહકો રોહિત અને વિરાટ વિશેની તેમની લાગણીઓ ભાવુક રીતે વ્યક્ત કરી રહ્યા છે.

