ઈંદોરમાં ઓસ્ટ્રેલિયાની બે મહિલા ક્રિકેટરોની છેડતી, સુરક્ષામાં ભારે ચૂક; પોલીસે આરોપીને ઝડપ્યો

મહિલા વર્લ્ડ કપ 2025 દરમિયાન મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં એક ગંભીર બનાવ સામે આવ્યો છે. ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં શનિવારે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે યોજાનારી મેચ પહેલા ઓસ્ટ્રેલિયાની બે મહિલા ક્રિકેટરો સાથે રોડ પર બાઇક સવાર એક યુવકે છેડતી કરી હોવાના સમાચાર મળ્યા છે. આ બનાવમાં પોલીસે તુરંત કાર્યવાહી કરીને ઈન્દોરના આઝાદ નગર નિવાસી અકીલની ધરપકડ કરી લીધી છે.
શું છે આખો મામલો?
ઓસ્ટ્રેલિયન સિક્યુરિટી મેનેજરે ફરિયાદ નોંધાવી
આ મામલામાં ઓસ્ટ્રેલિયન મહિલા ટીમના સિક્યુરિટી મેનેજર ડેની સિમન્સે ગુરુવારની સાંજે જ એમઆઈજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી પોલીસે તુરંત કાર્યવાહી કરી અને અકીલની ધરપકડ કરી. રોડ પરના સીસીટીવી ફૂટેજના આધારે આ ફરિયાદની તપાસ કરવામાં આવી અને આરોપીને છેડછાડ કરવા, ખોટી રીતે સ્પર્શ કરવા અને પીછો કરવાના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યો.
સાઉથ આફ્રિકા સામે છેલ્લી લીગ મેચ
ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહી છે. શનિવારે ઈન્દોરમાં, તેઓ સાઉથ આફ્રિકા સામે તેમની છેલ્લી લીગ મેચ રમશે. આ મેચનું પરિણામ નક્કી કરશે કે ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં ભારત અથવા ઇંગ્લેન્ડમાંથી કોની સાથે ટકરાશે. જો ઓસ્ટ્રેલિયા આ મેચ જીતશે, તો તે 29 ઓક્ટોબરે ગુવાહાટીમાં ભારત સામે સેમિફાઇનલ રમશે; જો તે હારશે, તો 30 ઓક્ટોબરે તેની સેમિફાઇનલની ટક્કર ઇંગ્લેન્ડ સામે થશે.

