T20 વર્લ્ડ કપ ફાઈનલની 'ફેક ઇન્જરી' પર રિષભ પંતે તોડ્યું મૌન, જણાવ્યું કેમ ઉઠાવવું પડ્યું આવું પગલું
ભારતીય ટીમે બાર્બાડોસની ધરતી પર ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ

ભારતીય ટીમે બાર્બાડોસની ધરતી પર ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. આ ખિતાબ પાછળ આખી ટીમની મહેનત હતી. દરેક ખેલાડીઓએ પણ ટીમને ટાઈટલ જીતવામાં મદદ કરવા માટે વિવિધ રીતે યોગદાન આપ્યું હતું. વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે ફાઈનલમાં 'ફેક ઇન્જરી' બતાવીને ટીમને મદદ કરી હતી. હવે પંતે પોતાની ફેક ઇન્જરી વિશે મૌન તોડ્યું છે.
એક ઈવેન્ટમાં પંતને વર્લ્ડ કપ ફાઈનલમાં તેની ફેક ઇન્જરી અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જવાબ આપતા પંતે કહ્યું, "અચાનક મોમેન્ટમ શિફ્ટ થયું હતું. 2-3 ઓવરમાં ઘણા બધા રન થઈ ગયા હતા."
જ્યારે 24 બોલમાં માત્ર 26 રનની જરૂર હતી ત્યારે પંત પોતાનો ઘૂંટણ પકડીને બેસી ગયો હતો. ત્યારબાદ ફિઝિયો પંત માટે મેદાન પર આવ્યો. પંતે કહ્યું, "હું ફિઝિયોને સમય કાઢવા માટે કહી રહ્યો હતો કે આપણે થોડો સમય બગાડવો પડશે." પંતે આગળ કહ્યું, "તેણે પૂછ્યું, શું ઘૂંટણ ઠીક છે? મેં કહ્યું, હું એક્ટિંગ કરી રહ્યો છું."
ટીમ ઈન્ડિયાએ 17 વર્ષ બાદ આ ખિતાબ જીત્યો
તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ 17 વર્ષની લાંબી રાહ બાદ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 2007માં રમાયેલ T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારે ટીમ ઈન્ડિયાએ એમએસ ધોનીની કેપ્ટનશિપમાં ખિતાબ જીત્યો હતો. આ વખતે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરી છે. ધોનીની કપ્તાનીમાં રમાયેલો ટ20 વર્લ્ડ કપ ફોર્મેટનો પહેલો વર્લ્ડ કપ હતો. ધોની બાદ રોહિત શર્મા T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતનાર ટીમ ઈન્ડિયાનો બીજો કેપ્ટન બન્યો છે. 2007 અને 2024 ની વચ્ચે, ટીમ ઈન્ડિયાએ 2011 ODI વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફીના રૂપમાં બે ICC ટ્રોફી જીતી.






