મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL 2024: RRને મેચ જીતવા RCBએ 173 રનનો ટાર્ગેટ આપ્યો, IPLના ઈતિહાસમાં 8000 રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી બન્યો કોહલી

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 17મી સિઝનમાં બુધવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એલિમિન

IPL 2024: RRને મેચ જીતવા RCBએ 173 રનનો ટાર્ગેટ આપ્યો, IPLના ઈતિહાસમાં 8000 રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી બન્યો કોહલી

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 17મી સિઝનમાં બુધવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એલિમિનેટર મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ્સ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાઈ રહી છે. જેમાં રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેંગલુરુએ પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 172 રન બનાવ્યા છે. જેના પગલે રાજસ્થાનને મેચ જીતવા 173 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ મેચમાં વિરાટ કોહલી IPLના ઈતિહાસમાં 8000 રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી બન્યો છે.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બેંગલુરુની શરૂઆત ઠીકઠાક રહી હતી. ફાફ ડુ પ્લેસિસ 17 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જ્યારે કોહલીએ પણ 33 રન બનાવીને ચહલનો શિકાર બન્યો હતો.  ગ્લેન મેક્સવેલ 0 રન બનાવીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો. 

અશ્વિન અને બોલ્ટની શાનદાર બોલિંગ

રવિચંદ્રન અશ્વિન અને ટ્રેન્ટ બોલ્ટે શાનદાર બોલિંગ કરી હતી. અશ્વિન 4 ઓવરમાં માત્ર 19 રન આપીને 2 વિકેટ ખેરવી હતી. જ્યારે બોલ્ટે 4 ઓવરમાં 16 રન આપીને 1 વિકેટ લીધી હતી. 

7000થી વધુ રન બનાવનાર એકમાત્ર ખેલાડી કોહલી

IPLમાં વિરાટ કોહલીનો એટલો દબદબો છે, કે અત્યાર સુધીમાં તે 7000 કે તેથી વધારે રન બનાવનાર એકમાત્ર ખેલાડી છે. આ લીગના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવવાના મામલે શિખર ધવન બીજા નંબરે છે, જેણે હાલમાં 222 મેચોમાં 6,769 રન બનાવ્યા છે. એટલે કે પહેલા અને બીજા સ્થાને રહેલા કોહલી અને ધવન વચ્ચે 1,235 રનનો મોટો તફાવત છે. તે પછી ત્રીજા નંબર પર રહેલા રોહિત શર્માએ અત્યાર સુધી 257 મેચમાં 6,628 રન બનાવી ચુક્યો છે. આ આંકડા દર્શાવે છે, કે સૌથી વધુ રન બનાવવાના મામલે અન્ય કોઈ ખેલાડી કોહલીની નજીક પણ નથી.

બંને ટીમની પ્લેઇંગ ઈલેવન

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ : ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, રજત પાટીદાર, કેમરૂન ગ્રીન, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), મહિપાલ લોમરોર, કર્ણ શર્મા, યશ દયાલ, મોહમ્મદ સિરાજ અને લોકી ફર્ગ્યુસન.

રાજસ્થાન રોયલ્સ : સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, ટોમ કોહલર-કેડમોર, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, રોવમેન પોવેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, આવેશ ખાન, સંદીપ શર્મા અને યુઝવેન્દ્ર ચહલ.

આ સમાચાર શેર કરો