મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs BAN / રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, આ કારનામું કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝની બીજી ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને બાંગ્લાદેશને પ્રથમ બેટિંગ માટ

IND vs BAN / રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, આ કારનામું કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝની બીજી ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને બાંગ્લાદેશને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. મેચના પહેલા દિવસે વરસાદના કારણે રમત વહેલી ખતમ કરવામાં આવી હતી, પહેલા દિવસના અંતે બાંગ્લાદેશનો સ્કોર 35 ઓવરમાં 107/3 હતો, જ્યારે બીજો દિવસ વરસાદના કારણે અને ત્રીજો દિવસ મેદાન ભીનું હોવાને કારણે રદ્દ કરવામાં આવ્યો હતો, હવે આજે ચોથા દિવસની રમત ચાલી રહી છે અને હવામાન ચોખ્ખું રહેવાની ધારણા છે. ચોથા દિવસે ભારતે બાંગ્લદેશને 233 રનમાં ઊલ્લઆઉટ કર્યું છે. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાના નામે એક ખાસ રેકોર્ડ નોંધાયો છે.

રવિન્દ્ર જાડેજાના નામે નોંધાયો આ ખાસ રેકોર્ડ 

બાંગ્લાદેશ વિરૂદ્ધ પ્રથમ ઈનિંગમાં એક વિકેટ લઈને ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ટેસ્ટમાં સૌથી ઝડપી 300 વિકેટ અને 3000 રન પૂરા કરનાર ભારતીય ખેલાડી બની ગયો છે. ભારતના ટેસ્ટ ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર બે ઓલરાઉન્ડર કપિલ દેવ અને અશ્વિન એવા ખેલાડી હતા જેમણે 300 વિકેટ અને 3000 રનની બેવડી સિદ્ધિ હાંસલ કરી હતી અને હવે જાડેજા પણ આ ખાસ ક્લબમાં જોડાઈ ગયો છે. જાડેજાએ હવે 73 ટેસ્ટ મેચમાં 300 વિકેટ અને 3122 રન બનાવ્યા છે. આ સાથે રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે 300 વિકેટ લેનાર પ્રથમ લેફટી સ્પિનર પણ બની ગયો છે.

વિશ્વ ક્રિકેટમાં ઈંગ્લેન્ડના ઈયાન બોથમે 72 ટેસ્ટ મેચમાં 300 વિકેટ અને 3000 રનની બેવડી સિદ્ધિ હાંસલ કરી હતી અને તેના પછી જાડેજા સૌથી ઓછી મેચોમાં આ સિદ્ધિ હાંસલ કરનાર ખેલાડી છે. બાંગ્લાદેશ સામે ચાલી રહેલી બીજી ટેસ્ટ આ ફોર્મેટમાં જાડેજાની 73મી મેચ છે.

જાડેજા પહેલા કપિલ દેવ, અશ્વિન, ઈયાન બોથમ, શેન વોર્ન, ઈમરાન ખાન, સ્ટુઅર્ટ બ્રોડ, રિચર્ડ હેડલી, ડેનિયલ વેટોરી, શોન પોલોક અને ચામિંડા વાસ સહિત વિશ્વ ક્રિકેટના ઘણા દિગ્ગજો આ બેવડી સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

ભારત: યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

બાંગ્લાદેશ: શાદમાન ઈસ્લામ, ઝાકિર હસન, નઝમુલ હુસેન શાંતો (કેપ્ટન), મોમિનુલ હક, મુશ્ફીકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ (વિકેટકીપર), મેહિદી હસન મિરાજ, તૈજુલ ઈસ્લામ, હસન મહમૂદ, ખાલિદ અહેમદ.

આ સમાચાર શેર કરો