મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

દ્રવિડની કોચ તરીકે છેલ્લી મેચ, રોહિત-કોહલી માટે પણ યાદગાર રહેશે T20 વર્લ્ડકપ

ભારત ટી-20 વર્લ્ડકપની ફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકા સામે રમવા માટે તૈયાર છે. બ્રિજટાઉન (બાર્બાડોસ)ના મેદાનમાં ફા

દ્રવિડની કોચ તરીકે છેલ્લી મેચ, રોહિત-કોહલી માટે પણ યાદગાર રહેશે T20 વર્લ્ડકપ

ભારત ટી-20 વર્લ્ડકપની ફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકા સામે રમવા માટે તૈયાર છે. બ્રિજટાઉન (બાર્બાડોસ)ના મેદાનમાં ફાઇનલ મેચ રાત્રે 8 વાગ્યાથી રમાશે. કોચ તરીકે રાહુલ દ્રવિડની આ અંતિમ મેચ છે. દ્રવિડનો કોન્ટ્રાક્ટ નવેમ્બરમાં પૂર્ણ થઇ ગયો હતો પરંતુ ટીમ મેનેજમેન્ટે તેને T20 વર્લ્ડકપ સુધી આ જવાબદારી નીભાવવા વિનંતી કરી હતી. T20 વર્લ્ડકપના ભારતીય ફેન્સે સોશિયલ મીડિયા પર 'ડુ ઇટ ફોર દ્રવિડ' અભિયાન શરૂ કર્યું છે જેને ક્રિકેટ જગતમાંથી સમર્થન મળી રહ્યું છે.

કોઈ વ્યક્તિ માટે નહીં પૂરી ટીમ માટે જીતવો છે વર્લ્ડકપ

દ્રવિડ માટે વર્લ્ડકપ જીતવો એ વ્યક્તિગત ગૌરવની ક્ષણ નથી પરંતુ તે પૂરી ભારતીય ટીમની સિદ્ધિ હશે. જો ભારતીય વર્લ્ડ ચેમ્પિયન બનશે તો એ પૂરા ટીમના સહયારા પ્રયાસ અને રોહિત શર્માની પ્રેરણાદાયી કેપ્ટનશીપનું પરિણામ હશે. મારે માત્ર સારું ક્રિકેટ રમવું છે. હું એ વિચારની વિરુદ્ધ છું કે ટીમે તે કોઈ ચોક્કસ વ્યક્તિ માટે કરવું જોઈએ. હું તેના વિશે કોઈ ચર્ચા કરવા માંગતો નથી'. 

રમતના દિવસોમાં ભારતીય ટીમની દીવાલ કહેવાતા દ્રવિડની આ વાતોને બીજા ઉદાહરણથી સમજી શકાય છે. 2011માં ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં દ્રવિડ શાનદાર ફોર્મમાં હતો. તે સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી તરીકે ઉભરી આવ્યો હતો. તે સમયે ઘણા લોકો માની રહ્યા હતા કે તે હવે ક્રિકેટને અલવિદા કહી દેશે. આ સીરીઝ બાદ તેને કહ્યું કે, 'હાલમાં તેનું ધ્યાન વર્ષના અંતમાં યોજાનારી ઓસ્ટ્રેલિયા સિરીઝ પર છે. આ ટુરમાં તે કોઈ વ્યક્તિગત સિદ્ધિ હાંસલ કરવાને બદલે ભારતીય ટીમ માટે ટેસ્ટ સિરીઝ જીતવા માંગે છે'.

દ્રવિડ બીજા છેડે દબાણને પહોચી વળશે

ઓસ્ટ્રેલિયામાં ઘણી શાનદાર ઇનિંગ્સ રમનાર દ્રવિડે ત્યારે કહ્યું હતું કે, 'અમારે ઓસ્ટ્રેલિયામાં સીરીઝ જીતવી છે અને તે ટીમ માટે મારી જવાબદારી છે'. વીરેન્દ્ર સેહવાગ, સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણ જેવા બેટર તે સમયે તેમની કુદરતી રમત સરળતાથી રમી શકતા હતા કારણ કે તેઓ જાણતા હતા કે દ્રવિડ બીજા છેડે દબાણને પહોચી વળશે. ઓસ્ટ્રેલિયાના તે પ્રવાસના લગભગ 12 વર્ષ બાદ દ્રવિડ ફરી એકવાર આ જ સ્થિતિમાં છે.

આ સમાચાર શેર કરો