મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

અફઘાનિસ્તાને ભારતના પૂર્વ ફિલ્ડિંગ કોચને સોંપી મોટી જવાબદારી, હવે આ ભૂમિકામાં જોવા મળશે

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે પોતાના કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર કર્યો છે. અફઘાન ટીમે ભારતીય

અફઘાનિસ્તાને ભારતના પૂર્વ ફિલ્ડિંગ કોચને સોંપી મોટી જવાબદારી, હવે આ ભૂમિકામાં જોવા મળશે

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે પોતાના કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર કર્યો છે. અફઘાન ટીમે ભારતીય ટીમના પૂર્વ ફિલ્ડિંગ કોચ આર શ્રીધરને સહાયક કોચ બનાવ્યો છે.  નોંધનીય છે કે, વન-ડે વર્લ્ડ કપમાં અજય જાડેજા અફઘાનિસ્તાન ટીમનો મેન્ટર બન્યો હતો. 

54 વર્ષીય આર શ્રીધરને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ દ્વારા ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝ માટે સહાયક કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, અફઘાનિસ્તાને ન્યુઝીલેન્ડ સાથે એક ટેસ્ટ રમવાની છે જ્યારે તેણે દક્ષિણ આફ્રિકા સાથે 3 વનડે મેચોની સીરિઝ રમવાની છે.  બંને સિરીઝમાં અફઘાનિસ્તાનનું પ્રદર્શન સારું રહેશે તો શ્રીધરને લાંબા સમય સુધી અફઘાન ટીમના કોચિંગનો હિસ્સો બનાવવામાં આવી શકે છે.

ભારતીય ટીમને આપી ચૂક્યો છે કોચિંગ

આર શ્રીધર કોચિંગની દુનિયામાં મોટું નામ છે. તે ભારતીય ટીમને પણ કોચિંગ આપી ચૂક્યો છે. શ્રીધર 2014થી લઈને 2021 સુધી ભારતીય ટીમનો ફિલ્ડિંગ કોચ રહ્યો છે. લેવલ થ્રી સર્ટિફાઈડ કોચ શ્રીધર ભારતની અંડર-19 ટીમનો સહાયક કોચ રહી ચૂક્યો છે. તે IPLમાં પંજાબ કિંગ્સ સાથે પણ કામ કરી ચૂક્યો છે. ત્રિપુરા ક્રિકેટ બોર્ડનો અધ્યક્ષ રહી ચૂક્યો છે. આ સાથે જ તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં સહાયક ફિલ્ડિંગ અને સ્પિન બોલિંગ કોચ રહી ચૂક્યો છે. જો ક્રિકેટ કરિયરની વાત કરીએ તો શ્રીધરે 35 લિસ્ટ એ મેચોમાં 574 રન બનાવવાની સાથે 91 વિકેટ ઝડપી છે. 

આ સમાચાર શેર કરો