મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ભારત પર ભારે પડ્યો વિવાદાસ્પદ ગોલ, કતાર સામે હાર્યા બાદ ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયરમાંથી બહાર

ફિફા વર્લ્ડ કપ ફૂટબોલ ક્વોલિફાયર મેચમાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ફૂટબોલ ટીમ કતાર સામે વિવાદાસ્પદ ગોલ

ભારત પર ભારે પડ્યો વિવાદાસ્પદ ગોલ, કતાર સામે હાર્યા બાદ ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયરમાંથી બહાર

ફિફા વર્લ્ડ કપ ફૂટબોલ ક્વોલિફાયર મેચમાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ફૂટબોલ ટીમ કતાર સામે વિવાદાસ્પદ ગોલથી હારીને ક્વોલિફાયરમાંથી બહાર થઈ ગઈ છે. આ મેચ દોહામાં રમાઈ હતી. મેચના ફૂટેજ જોતા સ્પષ્ટ થાય છે કે બોલ પહેલા ગોલપોસ્ટની બહાર ગયો હતો. આમ છતાં કતારના ખેલાડીઓ બોલને અંદર લાવીને ગોલ પોસ્ટમાં નાખ્યો હતો. ભારતીય ગોલકીપરે પણ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ તેની અવગણના કરવામાં આવી હતી.

રેફરીનો ખોટો નિર્ણય

દેશના મહાન ફૂટબોલર સુનિલ છેત્રીની આંતરરાષ્ટ્રીય નિવૃત્તિના પાંચ દિવસ બાદ, 121મા ક્રમાંકની ભારતીય ટીમ 37મી મિનિટે લાલિયાનઝુઆલા ચાંગટેના ગોલને કારણે આગળ હતી. એવું લાગતું હતું કે બોલ ગોલપોસ્ટની બહાર ગયો હતો તેમ છતાં રેફરીએ યુસુફ અયમનના ગોલને માન્ય ગણાવ્યો હતો.

આ વિવાદાસ્પદ નિર્ણયને કારણે ભારતની લય પર અસર પડી હતી અને એશિયન ચેમ્પિયન કતારના પ્લેયર અહેમદ અલ રવીનાએ 85મી મિનિટે ગોલ કર્યો હતો. આમ કતારની ટીમ 2-1થી જીતી ગઈ. અન્ય એક મેચમાં કુવૈતે અફઘાનિસ્તાનને 1-0થી હરાવ્યું હતું. આ રીતે કતાર અને કુવૈતની ટીમ આગળના રાઉન્ડમાં પહોંચી ગઈ છે.

આ સમાચાર શેર કરો