મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

બૂમ બૂમ બુમરાહ: ટીમ ઈન્ડિયાનો ધાકડ ખેલાડી, જ્યારે જરૂર પડી ત્યારે વિકેટો ઝડપી

ભારત T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ત્યારે ટીમના દરેક ખેલાડીએ પોતાનું શાનદાર પ્રદર્શન કરીને આ વર્લ્ડક

બૂમ બૂમ બુમરાહ: ટીમ ઈન્ડિયાનો ધાકડ ખેલાડી, જ્યારે જરૂર પડી ત્યારે વિકેટો ઝડપી

ભારત T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ત્યારે ટીમના દરેક ખેલાડીએ પોતાનું શાનદાર પ્રદર્શન કરીને આ વર્લ્ડકપને મેળવવામાં પોતાનું યોગદાન આપ્યું હતું. પરંતુ આ ટુર્નામેન્ટમાં જસપ્રીત બુમરાહે પોતાની શાનદાર બોલિંગથી વિરોધી ટીમને પછાડી દીધી હતી. તેમણે ભારતીય ટીમ માટે વિકેટ ત્યારે અપાવી જ્યારે ભારતીય ટીમને ખૂબ જ જરૂર હતી. બુમરાહે T20 વર્લ્ડ કપના એક જ એડિશનમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજો ભારતીય બોલર છે. બુમરાહથી વધુ વિકેટ અર્શદીપ સિંહે(17)એ લીધી છે.

જસપ્રીત બુમરાહને આ વર્લ્ડકપનો સૌથી કંજૂસ બોલર 

જસપ્રીત બુમરાહને આ વર્લ્ડકપનો સૌથી કંજૂસ બોલર કહેવામાં આવે તો એ આશ્ચર્યની વાત નથી. જસપ્રીત બુમરાહે વર્લ્ડ કપમાં પોતાની પહેલી મેચ આયર્લેન્ડ સામે રમી હતી. જેમાં ભારતીય ટીમે વિજય મેળવ્યો હતો. આ મેચમાં બુમરાહે 3-1-6-2નો બોલિંગ સ્પેલ કર્યો હતો. જેના થકી ભારતીય ટીમે આયર્લેન્ડને એકતરફી પરાજય આપ્યો હતો. બુમરાહને તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે 'પ્લેયર ઓફ ધ મેચ'નો ખિતાબ આપવામાં આવ્યો હતો.

T20 વર્લ્ડકપ 2024માં ભારતની સફર

મેચ નંબર 1: 46 બોલ બાકી હતા તે પહેલા જ ભારતે આયર્લેન્ડને 8 વિકેટે હરાવ્યું.

મેચ નંબર 2: ન્યૂયોર્કમાં ભારતે પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું

મેચ નંબર 3: ભારતે અમેરિકા સામે 10 બોલ પહેલા 7 વિકેટે મેચ જીતી લીધી હતી.

મેચ નંબર 4: ફ્લોરિડામાં કેનેડા સામેની ભારતની મેચ વરસાદને કારણે રદ થઈ હતી.

મેચ નંબર 5: ભારતે અફઘાનિસ્તાનને 47 રનથી હરાવ્યું.

મેચ નંબર 6: ભારતે બાંગ્લાદેશને 50 રનથી હરાવ્યું.

મેચ નંબર 7: ભારતે ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું.

મેચ નંબર 8: સેમિફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું.

મેચ નંબર 9: ભારતે ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું.

ફાઈનલમાં બુમરાહે મચાવી ધૂમ

ફાઈનલ મેચમાં પણ જસપ્રીત બુમરાહનો જાદુ કામ કરી ગયો. બુમરાહે 4 ઓવરમાં 18 રન આપીને બે વિકેટ ઝડપી હતી. સૌથી પહેલા બુમરાહે રીઝા હેન્ડ્રિક્સને ક્લીન બોલ્ડ કર્યો હતો. ત્યાર બાદ 18મી ઓવરમાં માર્કો જાનસેનને બોલ્ડ કર્યો હતો. બુમરાહે 18મી ઓવરમાં માત્ર 2 રન જ આપ્યા હતા. જેને મેચનો ટર્નિંગ પોઈન્ટ કહી શકાય. બુમરાહે T20 વર્લ્ડ કપ 2024માં કુલ 8 મેચમાં 4.17ના ઇકોનોમી રેટથી 15 વિકેટ લીધી હતી. બુમરાહને વર્લ્ડકપનો 'પ્લેયર ઓફ ધ સિરીઝ' જાહેર કરવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો