Paralympic 2024 / આજે ફરી એક્શનમાં જોવા મળશે અવની લેખરા, જાણો ભારતનું છઠ્ઠા દિવસનું શેડ્યૂલ
પેરિસ પેરાલિમ્પિકમાં ભારતનું સતત શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ભારતીય એથ્લેટ્સ એક પછી એક મેડલ જીતીને ટોક્

પેરિસ પેરાલિમ્પિકમાં ભારતનું સતત શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ભારતીય એથ્લેટ્સ એક પછી એક મેડલ જીતીને ટોક્યો પેરાલિમ્પિકનો રેકોર્ડ તોડવા તરફ આગળ વધી રહ્યા છે. 5 દિવસ પૂરા થયા બાદ ભારતના ખાતામાં કુલ 15 મેડલ આવ્યા છે, જેમાંથી માત્ર પાંચમા દિવસે ભારતને 8 મેડલ મળ્યા છે. હવે આજે (03 સપ્ટેમ્બર) એટલે કે છઠ્ઠા દિવસે ભારતને 7 મેડલ મળવાની આશા છે.
કેટલાક ભારતીય એથ્લેટ્સ મેડલ મેચ/ફાઈનલ મેચ માટે મેદાનમાં હશે, જ્યારે કેટલાક ફાઈનલ સુધી પહોંચવા માટે મેદાનમાં ઉતરશે. આજે દેશને વિમેન્સ શોટપુટ F34માં પહેલો મેડલ મળી શકે છે, જેમાં ભાગ્યશ્રી જાધવ ફાઈનલ માટે મેદાનમાં ઉતરશે. આ સિવાય શૂટિંગમાં અવની લેખરા પાસેથી બીજા મેડલની અપેક્ષા રાખવામાં આવશે. અવનીની સાથે મોના અગ્રવાલ પાસેથી પણ અપેક્ષાઓ હશે. અન્ય ઘણા એથ્લેટિક્સ પણ મેદાનમાં ઉતરશે.
03 સપ્ટેમ્બરનું શેડ્યૂલ
પેરા શૂટિંગ
- બપોરે 1:00 કલાકે - વિમેન્સ 50 મીટર રાઈફલ 3 પોઝિશન્સ SH1 (ક્વોલિફિકેશન) - મોના અગ્રવાલ અને અવની લેખરા.
- સાંજે 7:30 કલાકે - વિમેન્સ 50 મીટર રાઈફલ 3 પોઝિશન્સ SH1 (ફાઈનલ) - મોના અગ્રવાલ અને અવની લેખરા (ક્વોલિફિકેશનના આધારે).
પેરા એથ્લેટિક્સ
- બપોરે 2:28 કલાકે - વિમેન્સ શોટ પુટ F34 ફાઈનલ - ભાગ્યશ્રી જાધવ.
- રાત્રે 10:38 કલાકે - વિમેન્સ 400m T20 ફાઈનલ - દીપ્તિ જીવનજી (ક્વોલિફિકેશનના આધારે).
- રાત્રે 11:50 કલાકે - મેન્સ હાઈ જમ્પ T63 ફાઈનલ - શરદ કુમાર, મરિયપ્પન થંગાવેલુ અને શૈલેષ કુમાર.
- રાત્રે 12:13 કલાકે - મેન્સ જેવલિન થ્રો F46 ફાઈનલ - અજીત સિંહ યાદવ, રિંકુ અને સુંદર સિંહ ગુર્જર.
પેરા તીરંદાજી
- બપોરે 3:20 કલાકે - વિમેન્સ ઈન્ડિવિજ્યુઅલ રિકર્વ ઓપન 1/8 એલિમિનેશન - પૂજા.
- રાત્રે 9:21 કલાકે - વિમેન્સ ઈન્ડિવિજ્યુઅલ રિકર્વ ઓપન ક્વાર્ટર ફાઈનલ્સ - પૂજા (ક્વોલિફિકેશનના આધારે).
- રાત્રે 9:55 કલાકે - વિમેન્સ ઈન્ડિવિજ્યુઅલ રિકર્વ ઓપન સેમીફાઈનલ - પૂજા (ક્વોલિફિકેશનના આધારે).
- રાત્રે 10:27 કલાકે - વિમેન્સ ઈન્ડિવિજ્યુઅલ રિકર્વ ઓપન બ્રોન્ઝ મેડલ મેચ - પૂજા (ક્વોલિફિકેશનના આધારે).
- 10:44 કલાકે - વિમેન્સ ઈન્ડિવિજ્યુઅલ રિકર્વ ઓપન ગોલ્ડ મેડલ મેચ - પૂજા (ક્વોલિફિકેશનના આધારે).






