મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Roza Kozakowska: ખેલ જગતની એવી પ્રેરણાદાયી કહાની, જે વાંચીને તમને નવાઈની સાથે ગૌરવ પણ થશે

રમતગમતનું ક્ષેત્ર આખું સાહસ ભરેલી કહાનીઓથી ઘેરાયેલું છે. જેમા

Roza Kozakowska: ખેલ જગતની એવી પ્રેરણાદાયી કહાની, જે વાંચીને તમને નવાઈની સાથે ગૌરવ પણ થશે

રમતગમતનું ક્ષેત્ર આખું સાહસ ભરેલી કહાનીઓથી ઘેરાયેલું છે. જેમાં હવે વધુ એક નામ જોડાયું છે, જેની કહાની પરથી ખરેખર ફિલ્મ બની શકે છે. પોલેન્ડની પેરા-એથ્લીટ રોઝા કોઝાકોવસ્કાની સિદ્ધિએ મહિલાઓ સહિત સૌને નવો જુસ્સો આપનારું કામ કર્યું છે. 2025ની ન્યૂ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સવારે હોસ્પિટલના પલંગ પર હોવા છતાં, રોઝાએ સાંજે ગોલ્ડ મેડલ જીતીને સૌને હેરાન કર્યા હતા.

હોસ્પિટલમાં દાખલ થયાના થોડા કલાકો પછી જ મેદાનમાં પાછી ફરી

30 સપ્ટેમ્બરની સવારે રોઝા અચાનક હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનને કારણે બેહોશ થઈ ગઈ હતી. ઉલટી અને નબળાઈને કારણે તેને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડોક્ટરોએ સ્પષ્ટપણે કહ્યું કે, તેને આરામની જરૂર છે અને રમતોમાં ભાગ લેવો તેના માટે ખતરનાક બની શકે છે. પરંતુ રોઝા અટલ રહી. તેણે ડોકટરોને કહ્યું કે, "હું અહીં હાજર રહેવા નહીં, પણ રમવા માટે આવી છું." ત્યારબાદ તે રજા લઈ સીધી સ્ટેડિયમ પહોંચી.

ગોલ્ડ જીતતા જ રેકોર્ડ પણ તોડ્યો

સાંજે રોઝાએ મહિલા F-32 ક્લબ થ્રો ઇવેન્ટમાં ભાગ લીધો. તેનું શરીર ખૂબ જ નબળું હતું, છતાં તેણે 29.30 મીટર થ્રો ફેંક્યો, જે તેના પોતાના વિશ્વ રેકોર્ડથી થોડો ઓછો હતો, પરંતુ તે મેડલ જીતવા માટે પૂરતો હતો. તેના થ્રોએ ચેમ્પિયનશિપ માટે એક નવો રેકોર્ડ બનાવ્યો. આ થ્રોએ રોઝાને ગોલ્ડ મેડલ અપાવ્યો. મેચ પછી તેણ ભાવનાત્મક રીતે કહ્યું, "આ મેડલ ભારતીય ડોકટરો અને તેમની ટીમને સમર્પિત છે. તેમની સંભાળ અને સમર્થન વિના, હું મેદાનમાં પાછી ફરી શકી ન હોત."

સંઘર્ષોથી ભરેલું રોઝાનું જીવન

રોઝાને બાળપણમાં રક્ત વિકૃતિ હતી, જેમાં કીમોથેરાપીની લેવાની જરૂર રહેતી હતી. ત્યારબાદ એક રોગને કારણે તેને ચારેય અંગોમાં લકવો થયો. આ છતાં તેણે સતત પ્રયાસ કર્યો અને 2019 વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ટોક્યો 2020 પેરાલિમ્પિક્સમાં મેડલ જીત્યા. રોઝાને વિશ્વની ટોચની પેરા-એથ્લીટ્સમાંની એક ગણવામાં આવે છે.

ભારતમાં ઐતિહાસિક ચેમ્પિયનશિપ

ન્યૂ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ભારતમાં આયોજિત અત્યાર સુધીની સૌથી મોટી પેરા-સ્પોર્ટ ઇવેન્ટ છે. જેમાં 104 દેશોના 2,200થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, પરંતુ જે નામ સૌથી વધુ સમાચારમાં રહ્યું તે હાલ રોઝા કોઝાકોવસ્કાનું છે.

આ સમાચાર શેર કરો