IND vs WI: કેએલ રાહુલે 3211 દિવસ પછી ઘરઆંગણે સદી ફટકારી, સીટી વગાડી સેલિબ્રેશન કર્યું

અમદાવાદમાં ભારત વેસ્ટ ઈન્ડિઝ સામે પહેલી ટેસ્ટ મેચ રમી રહ્યું છે. જેમાં આજે બીજા દિવસની રમતનું પહેલું સેશન સમાપ્ત થઈ ગયું છે. આ દરમિયાન 67 ઓવર પછી ભારતનો સ્કોર 218/3 છે. ભારતે પહેલા સેશનમાં કેપ્ટન શુભમન ગિલ (50)ની એક વિકેટ ગુમાવી દીધી હતી. કેએલ રાહુલે 100 રન બનાવીને અણનમ રહીને પોતાની 11મી ટેસ્ટ સદી પૂર્ણ કરી હતી. ધ્રુવ જુરેલ 14 રન બનાવીને અણનમ રહ્યો છે. પહેલા સેશનના અંતે ભારતને 56 રનની લીડ મળી ચૂકી છે.
સૌથી વધુ ટેસ્ટ સદીઓ ફટકારનાર ભારતીય ઓપનરો
33: ગાવસ્કર (203 ઇનિંગ્સ)
22: સેહવાગ (168 ઇનિંગ્સ)
12: વિજય (100 ઇનિંગ્સ)
10: કેએલ રાહુલ (94 ઇનિંગ્સ)
09: ગંભીર (101 ઇનિંગ્સ)
09: રોહિત (66 ઇનિંગ્સ)
રાહુલે કપિલ દેવના અનોખા રેકોર્ડની બરાબરી કરી
અમદાવાદમાં ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં છેલ્લી વખત અણનમ અડધી સદી ફટકારવામાં આવી હતી, જે 4 માર્ચ 1987ના રોજ બની હતી. કપિલ દેવ ત્યારે મેદાનમાં આવ્યા હતા જ્યારે ભારત 246/6 હતું, તેઓ પાકિસ્તાનના પ્રથમ ઇનિંગમાં બનેલા 395 રનનો પીછો કરી રહ્યા હતા. કપિલે અણનમ 50 રન બનાવીને ભારતને 323 રન સુધી પહોંચાડ્યું અને મેચ ડ્રો થઈ. રાહુલે આજે અણનમ રહી ટેસ્ટમાં કપિલ દેવના આ અનોખા રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

