Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IND vs WI Second day of the first Test today, Indias score crosses 200

IND vs WI: કેપ્ટન ગિલ ફિફ્ટી ફટકારી આઉટ, ભારતનો સ્કોર 200ને પાર

Timeછેલ્લું અપડેટ : 03 Oct 2025
લાઇવ ટીવીGoogle News
IND vs WI: કેપ્ટન ગિલ ફિફ્ટી ફટકારી આઉટ, ભારતનો સ્કોર 200ને પાર
સોર્સ : GSTV

હાલ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2 ટેસ્ટ મેચોની સિરિઝ ચાલી રહી છે. જેની પહેલી મેચ 2 ઓક્ટોબરથી અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે શરૂ થઈ ચૂકી છે. આ મેચનો આજે બીજો દિવસ છે. ગઈ કાલે ગુરુવારે વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહની ઘાતક બોલિંગ સામે વેસ્ટ ઈન્ડિઝના ટોચના બેટ્સમેનો 162 રનમાં જ ઓલઆઉટ થઈ ગયા હતા.

ટેસ્ટનો બીજો દિવસ: રમતની સ્થિતિ પર એક નજર

App Store

ભારતની પ્રથમ ઇનિંગ્સ ચાલી રહી છે. જેમાં ભારતીય ઇનિંગ્સ 200 રનને પાર થઈ ચૂકી છે. સ્કોર 208/3 છે. કેએલ રાહુલ 97 રન બનાવી સદીને નજીક પહોંચી રહ્યો છે. તો કેપ્ટન શુભમન ગિલે પણ 100 બોલમાં અડધી સદી ફટકારી હતી. પછી તે રોસ્ટનના બોલ પર કેચ આઉટ થયો હતો. હાલ રાહુલ અને જુરેલ ક્રીઝ પર રમી રહ્યા છે.

ભારતની પહેલા દિવસની બેટિંગની સ્થિતિ 

2 ઓક્ટોબરે ભારતે પ્રથમ દિવસની રમતના અંતે 2 વિકેટે 121 રન બનાવ્યા હતા. જયસ્વાલ 36 રન અને સાઈ સુદર્શન 7 રન બનાવી આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ કેએલ રાહુલ (53) અડધી સદી ફટકારીને અણનમ રહ્યો. ઉપરાંત શુભમન ગિલે 18 રન બનાવ્યા હતા. 

બંને ટીમોની પ્લેઈંગ XI

ભારત: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

વેસ્ટ ઈન્ડિઝ: તેજનારાયણ ચંદ્રપોલ, જ્હોન કૈંપબેલ, એલીક એથનાઝ, બ્રૈંડન કિંગ, શાઈ હોપ (વિકેટકીપર), રોસ્ટન ચેઝ (કેપ્ટન), જસ્ટિન ગ્રીવ્સ, જોમેલ વારિકન, ખૈરી પિયરે, જોહાન લેને, જાયડેન સીલ્સ.