ICC ટેસ્ટ રેન્કિંગમાં મોટો બદલાવ, ટોપ-10માંથી બહાર થયો પંત, જયસ્વાલને પણ ભારે નુકસાન
ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝની શરૂઆત પહેલા ભારતીય ફેન્સને રિષભ પંત પાસેથી મોટી અપેક્ષાઓ હતી, પરંતુ આ વિકેટકીપર બેટ્સમેને

ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝની શરૂઆત પહેલા ભારતીય ફેન્સને રિષભ પંત પાસેથી મોટી અપેક્ષાઓ હતી, પરંતુ આ વિકેટકીપર બેટ્સમેને પ્રથમ 3 ટેસ્ટ મેચમાં ફેન્સને નિરાશ કર્યા છે. રિષભ પંત આ સિરીઝની 5 ઈનિંગ્સમાં માત્ર 96 રન જ બનાવી શક્યો છે. હવે આના કરને રિષભ પંતને ICC રેન્કિંગમાંનુકસાન થયું છે. રિષભ પંત ટોપ-10 બેટ્સમેનોની યાદીમાંથી બહાર થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂઆત પહેલા રિષભ પંત છઠ્ઠા સ્થાને હતો, પરંતુ હવે તે 11મા સ્થાને સરકી ગયો છે.
આ પણ વાંચો: મેલબર્નના રસ્તા પર લટાર મારવા નીકળ્યા વિરાટ-અનુષ્કા, સોશિયલ મીડિયા પર વાયરલ VIDEO
હવે ICC ટેસ્ટ રેન્કિંગમાં માત્ર ભારતીય બેટ્સમેન છે
હવે માત્ર યશસ્વી જયસ્વાલ ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-10માં એકમાત્ર ભારતીય બેટ્સમેન છે. આ સિરીઝની શરૂઆતમાં યશસ્વી જયસ્વાલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારીને ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, પરંતુ તે પછી તે સતત ફ્લોપ થઈ રહ્યો છે. પર્થ ટેસ્ટ બાદ યશસ્વી જયસ્વાલે અનુક્રમે 0, 24, 4 અને 4 રન બનાવ્યા છે. જોકે, આ ફ્લોપ શો છતાં યશસ્વી જયસ્વાલ 805 રેટિંગ પોઈન્ટ સાથે ટેસ્ટ રેન્કિંગમાં પાંચમા સ્થાને છે.
ICC ટેસ્ટ રેન્કિંગના ટોપ 10 બેટ્સમેન
ઈંગ્લેન્ડનો જો રૂટ હાલમાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોપ પર છે. કયા રૂટના 895 રેટિંગ પોઈન્ટ છે. આ પછી ઈંગ્લિશ બેટ્સમેન હેરી બ્રુક 876 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ન્યુઝીલેન્ડનો કેન વિલિયમસન 867 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ભારત સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર કાંગારૂ બેટ્સમેન ટ્રેવિસ હેડ ચોથા નંબર પર છે. ટ્રેવિસ હેડના 825 રેટિંગ પોઈન્ટ છે. ભારતનો યશસ્વી જયસ્વાલ 805 રેટિંગ પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. આ પછી શ્રીલંકાનો કામેન્દુ મેન્ડિસ, દક્ષિણ આફ્રિકાનો ટેમ્બા બાવુમા, ન્યુઝીલેન્ડનો ડેરીલ મિશેલ, પાકિસ્તાનનો સઈદ શકીલ અને ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ છે.






