મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાથી દેશ આહત થયો, પાકિસ્તાની ફાસ્ટ બોલર ભારતના આવ્યો સમર્થનમાં

જમ્મુ-કાશ્મીરમાં થોડાક દિવસ પહેલા વૈષ્ણોદેવી જતી બસ પર થયેલા આતંકવાદી હુમલાને લઈને હાલમાં દેશ ઘણો નારાજ છે. લ

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાથી દેશ આહત થયો, પાકિસ્તાની ફાસ્ટ બોલર ભારતના આવ્યો સમર્થનમાં

જમ્મુ-કાશ્મીરમાં થોડાક દિવસ પહેલા વૈષ્ણોદેવી જતી બસ પર થયેલા આતંકવાદી હુમલાને લઈને હાલમાં દેશ ઘણો નારાજ છે. લોકોએ સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાને લઈને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.આ મામલે પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલીએ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.

પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલીએ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું 

તાજેતરમાં જ હસન અલીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે. આતંકવાદી હુમલા પર શોક વ્યક્ત કરતા તેણે આ પોસ્ટમાં લખ્યું હતું કે, 'ALL Eyes On Vaishno Devi Attack' એટલે કે હાલમાં દરેકની નજર વૈષ્ણોદેવી તીર્થયાત્રીઓ પરના હુમલા પર ટકેલી છે.

હસન અલીની પત્ની ભારતીય 

અલીએ ભારતીય મૂળની છોકરી સાથે લગ્ન કર્યા છે. તેની પત્નીનું નામ સામિયા આરુ છે. તે મૂળ હરિયાણાની છે.તે ફ્લાઈટ એન્જિનિયર પણ છે. બંનેએ થોડા વર્ષો પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. તેમને એક પુત્રી પણ છે. હસન 2023માં ભારતમાં યોજાયેલા વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમનો ભાગ હતો.

કાશ્મીરમાં વૈષ્ણોદેવી જતી બસ પર આતંકી હુમલો થયો 

રવિવારે (9 જૂન), આતંકવાદીઓએ રિયાસીમાં શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ડ્રાઈવર અને કંડક્ટર સહિત 10 લોકોના મોત થયા હતા, આ સિવાય 41 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના અંગે રિયાસીના SSP મોહિતા શર્માએ કહ્યું હતું કે, 'કાંડા વિસ્તારમાં શિવ ઘોડીથી કટરા જઈ રહેલી બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન ડ્રાઈવરને ઈજા થઈ હતી અને તેણે બસ પરથી કાબૂ ગુમાવ્યો અને તે ખીણમાં પડી હતી..

આ સમાચાર શેર કરો