લગ્નના ચાર વર્ષ બાદ હાર્દિક-નતાશાના ડિવોર્સ કેમ થયા? આખરે સામે આવ્યું સાચું કારણ
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક વચ્ચેના સંબંધોમાં મહિનાઓ

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક વચ્ચેના સંબંધોમાં મહિનાઓથી ખટાશ ચાલી રહી છે. અફવાઓ વચ્ચે, બંનેએ ગયા મહિને તેમના 4 વર્ષ જૂના સંબંધનો અંત લાવ્યો. બ્રેકઅપ બાદ ઘણા લોકો હાર્દિકની ક્લાસ લઈ રહ્યા હતા તો કેટલાક નતાશાના અફેરની ચર્ચા કરી રહ્યા હતા. બંને કેમ અલગ થયા તે અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી, પરંતુ ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ પોસ્ટે બધાને હચમચાવી દીધા હતા. પરંતુ હવે સાચું કારણ સામે આવ્યું છે કે, બંનેએ શા માટે તેમના સંબંધોનો અંત લાવ્યો.
હાર્દિક અને નતાશા કેમ અલગ થયા?
એક અહેવાલ મુજબ, નતાશા હાર્દિકના વર્તનથી નારાજ હતી અને તેની સાથે અનકમ્ફર્ટેબલ અનુભવવા લાગી હતી. એક સૂત્રએ કહ્યું, 'હાર્દિક નતાશાને લઈને ખૂબ શો ઓફ કરી રહ્યો હતો. તે પોતાનામાં જ મસ્ત રહેતો હતો. નતાશા વધુ સહન કરી શકી નહીં. અભિનેત્રીને અહેસાસ થયો કે, તે તેના પાર્ટનર સાથે કમ્ફર્ટેબલ અનુભવી રહી નથી. તેણે પોતાની પર્સનાલિટી હાર્દિક સાથે મેચ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ આ પ્રયાસ પણ સફળ થયો ન હતો. તે ક્યારેય ન સમાપ્ત થતી પ્રક્રિયા હતી, તેથી તે થોડા સમય પછી થાકી ગઈ. નતાશા હારી ગઈ હતી અને પછી તેણે એક પગલું પાછું લેવાનું નક્કી કર્યું.
નતાશા માટે આ એક પીડાદાયક નિર્ણય હતો
હાર્દિકથી છૂટાછેડા બાદ નતાશા તેના દીકરા સાથે સર્બિયા શિફ્ટ થઈ ગઈ છે. સૂત્રે વધુમાં કહ્યું કે, 'જોકે નતાશાએ છૂટાછેડાના નિર્ણય પર ફરીથી વિચાર કર્યો. પરંતુ હાર્દિકમાં કોઈ ફેરફાર થયો ન હતો, તેથી અભિનેત્રીએ તેનો અલગ થવાનો પાક્કો કરી લીધો. નતાશા માટે આ ઘણું દુઃખદાયક હતું. તેણે આ નિર્ણય એક દિવસ કે અઠવાડિયામાં લીધો નથી. તે ધીમો પણ ધીરે ધીરે થઈ રહેલો ઘા હતો જે તેને સતત પીડા આપતો હતો.
આઈપીએલમાં જોવા મળ્યો અંતર
ગત વર્ષે નતાશા મેદાન પર લગભગ દરેક મેચમાં હાર્દિકને સપોર્ટ કરતી જોવા મળી હતી. પરંતુ તે IPL 2024માં જોવા મળી ન હતી. એટલું જ નહીં, હાર્દિકે ટી20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ પણ નતાશા તરફથી કોઈ પોસ્ટ કે અભિનંદન જોવા મળી નહીં. જોકે, અલગ થયા બાદ હાર્દિક પંડ્યા નતાશાની પોસ્ટ પર હાર્ટ ઇમોજી સાથે કોમેન્ટ કરતો જોવા મળ્યો હતો. રિલેશનશિપ ખતમ થયા બાદ હાર્દિકના મહિલા સિંગર સાથેના અફેરની ચર્ચાઓ પણ વધી રહી છે.






