Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Nitish Reddy's father left his job to make him a cricketer

નીતિશ રેડ્ડીને ક્રિકેટર બનાવવા પિતાએ છોડી હતી નોકરી, જાણો અંડર-14થી મેલબર્ન સુધીની કહાની

Timeછેલ્લું અપડેટ : 28 Dec 2024
લાઇવ ટીવીGoogle News
નીતિશ રેડ્ડીને ક્રિકેટર બનાવવા પિતાએ છોડી હતી નોકરી, જાણો અંડર-14થી મેલબર્ન સુધીની કહાની

મેલબર્નમાં ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની ચોથી ટેસ્ટમાં નીતિશ કુમાર રેડ્ડીએ સદી ફટકારી હતી. સદીની ઈનિંગ રમનાર નીતિશનું નામ દરેકના હોઠ પર છે. દરેક જગ્યાએ નીતિશ રેડ્ડીની ચર્ચા થઈ રહી છે. નીતિશ માટે અહીં સુધી પહોંચવું બિલકુલ સરળ ન હતું. તેને અહીં લાવવા માટે તેના પિતાએ નોકરી છોડીને એક મોટું બલિદાન આપ્યું હતું. ચાલો જાણીએ નીતિશની અંડર-14થી લઈને મેલબર્ન પહોંચવા સુધીની આખી કહાની.

App Store

આ પણ વાંચો: VIDEO / આંખોમાં આંસુ, આકાશ તરફ હાથ જોડ્યા, નીતિશ કુમાર રેડ્ડીની સદી પર ભાવુક થયા તેના પિતા

પિતાએ સૌથી મોટું બલિદાન આપ્યું

રિપોર્ટ્સ અનુસાર, નીતિશ રેડ્ડીના પિતા મુત્યાલા રેડ્ડી હિન્દુસ્તાન ઝિંક કંપનીમાં કામ કરતા હતા. તેમણે નીતિશમાં ક્રિકેટ પ્રત્યેના જુસ્સાને બાળપણથી જ ઓળખી લીધો હતો. 2003માં વિશાખાપટ્ટનમમાં જન્મેલો નીતિશ બાળપણથી જ સ્ટેડિયમમાં રમવા જતો હતો. જ્યારે નીતિશ લગભગ 12 કે 13 વર્ષનો હતો ત્યારે તેના પિતાની બદલી ઉદયપુર થઈ ગઈ હતી.

ત્યારે તેના પિતાને લાગ્યું કે આનાથી તેના કરિયર પર અસર પડી શકે છે. તેથી તેમણે નોકરી છોડવાનો નિર્ણય કર્યો. પિતાના નોકરી છોડવાના નિર્ણયની લોકોએ ભારે ટીકા કરી હતી. જોકે, મુત્યાલા રેડ્ડી પોતાના નિર્ણય પર અડગ રહ્યા હતા.

ડોમેસ્ટિક ક્રિકેટમાં પ્રદર્શન

ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી એમએસકે પ્રસાદે નીતિશની પ્રતિભાને ઓળખી. એમએસકે પ્રસાદે અંડર-12 અને અંડર-14ની ડોમેસ્ટિક મેચ દરમિયાન નીતિશની નોંધ લીધી હતી. આ પછી નીતિશને માત્ર 17 વર્ષની ઉંમરે આંધ્રપ્રદેશ તરફથી ક્રિકેટ રમવાની તક મળી. 2020માં, નીતિશે આંધ્ર પ્રદેશ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પ્રવેશ કર્યો.

ફર્સ્ટ ક્લાસ ડેબ્યુ કરતા પહેલા, નીતિશે 2017-18 વિજય મર્ચન્ટ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે સિરીઝમાં 176.41ની એવરેજથી 1237 રન બનાવ્યા હતા. આ દરમિયાન નીતિશે ટ્રિપલ સેન્ચુરી, બે અડધી સદી અને બે સદી ફટકારી હતી. આ સિવાય નાગાલેન્ડ સામેની મેચમાં નીતિશે 366 બોલમાં 441 રનની ઈનિંગ રમી હતી. નીતિશ વિરાટ કોહલીને પોતાનો આદર્શ મને છે. BCCIએ 2018માં અંડર-16 કેટેગરીમાં નીતિશને સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પસંદ કર્યો હતો. આ દરમિયાન નીતિશ વિરાટ કોહલીને મળ્યો હતો.

IPLથી મળી ઓળખ

ડોમેસ્ટિક ક્રિકેટમાં હલચલ મચાવનાર નીતિશ રેડ્ડીને IPLએ વાસ્તવિક ઓળખ આપી. 2023માં તેને સનરાઈઝર્સ હૈદરાબાદે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે, 2023માં નીતિશને વધુ તકો નહતી મળી. 2024માં નીતિશે IPLમાં હૈદરાબાદ દ્વારા આપવામાં આવેલી તકોનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને 11 ઈનિંગ્સમાં બેટિંગ કરતા 303 રન બનાવ્યા અને 7 ઈનિંગ્સમાં 3 વિકેટ ઝડપી હતી.

આ પછી નીતિશે ઓક્ટોબર 2024માં બાંગ્લાદેશ સામે રમાયેલી T20 સિરીઝ દ્વારા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. પછી નીતિશને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દ્વારાટેસ્ટમાં ડેબ્યુ કરવાની તક મળી અને પહેલી જ મેચમાં 41 અને 38* રનની ઈનિંગ્સ રમીને તેણે બતાવ્યું કે તેને ટીમમાં શા માટે પસંદ કરવામાં આવ્યો હતો.