Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Nitish Reddy's father Mutyala Reddy's reaction on his century

VIDEO / આંખોમાં આંસુ, આકાશ તરફ હાથ જોડ્યા, નીતિશ કુમાર રેડ્ડીની સદી પર ભાવુક થયા તેના પિતા

Timeછેલ્લું અપડેટ : 28 Dec 2024
લાઇવ ટીવીGoogle News

મેલબર્નમાં રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની ચોથી ટેસ્ટમાં નીતિશ કુમાર રેડ્ડીએ શાનદાર સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાનો મજબૂત અને અનુભવી બોલરો નીતિશ સામે ઘૂંટણિયે પડેલા જોવા મળ્યા હતા. સદી પૂરી કર્યા બાદ નીતિશના પિતા મુત્યાલા રેડ્ડીની પ્રતિક્રિયા ઝડપથી વાયરલ થઈ ગઈ. મેલબર્નમાં પુત્રને સદી ફટકારતા જોઈને પિતા પોતાની લાગણીઓ પર કાબૂ ન રાખી શક્યા. પહેલા તેમણે પુત્રની સદીની ઉજવણી કરી અને પછી તેની આંખો ભીની થઈ ગઈ. આ પછી તેમણે આકાશ તરફ હાથ જોડ્યા હતા.

App Store

આ પણ વાંચો: IND vs AUS / 'મેં ઝુકેગા નહીં' નીતિશ કુમાર રેડ્ડીએ ડેબ્યુ સિરીઝમાં કાંગારૂઓને હંફાવ્યા, પહેલી સદી ફટકારી

નીતિશે 171 બોલમાં 10 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. નીતિશ આઠમા નંબર પર બેટિંગ કરવા મેદાનમાં આવ્યો હતો. તેણે ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી. તેની સદીની ઈનિંગે ટીમ ઈન્ડિયાને મજબૂત સ્થિતિ પ્રદાન કરી હતી. નીતિશની સાથે વોશિંગ્ટન સુંદરે અડધી સદી ફટકારીને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. રેડ્ડી અને સુંદરે આઠમી વિકેટ માટે 127 (285 બોલ) ની પાર્ટનરશિપ કરી, જેના કારણે ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિંગમાં મોટા સ્કોર તરફ જોઈ શકાય છે.

બીજા દિવસે ટીમ ઈન્ડિયાની હાલત ખરાબ હતી

બીજા દિવસના અંતે ટીમ ઈન્ડિયા 5 વિકેટે 164 રન બનાવી લીધા હતા. અહીંથી એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિંગમાં મોટા સ્કોર સુધી નહીં પહોંચી શકે. ચોથા દિવસે ટીમ ઈન્ડિયાએ 191 રનના સ્કોર પર છઠ્ઠી વિકેટ અને 221 રનના સ્કોર પર સાતમી વિકેટ ગુમાવી હતી. અહીંથી નીતિશ રેડ્ડી અને સુંદરે જવાબદારી લીધી અને 8મી વિકેટ પડી ત્યાં સુધીમાં ટીમને 348 રન સુધી પહોંચાડી દીધી. ટીમ ઈન્ડિયા માટે ત્રીજો દિવસ સારો રહ્યો.