Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IND vs AUS 4th test Nitish Kumar Reddy Century

IND vs AUS / 'મેં ઝુકેગા નહીં' નીતિશ કુમાર રેડ્ડીએ ડેબ્યુ સિરીઝમાં કાંગારૂઓને હંફાવ્યા, પહેલી સદી ફટકારી

Timeછેલ્લું અપડેટ : 28 Dec 2024
લાઇવ ટીવીGoogle News
IND vs AUS / 'મેં ઝુકેગા નહીં' નીતિશ કુમાર રેડ્ડીએ ડેબ્યુ સિરીઝમાં કાંગારૂઓને હંફાવ્યા, પહેલી સદી ફટકારી

નીતિશ કુમાર રેડ્ડીએ ઓસ્ટ્રેલિયા સામેની ડેબ્યુ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આખી સિરીઝમાં જ્યારે પણ ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં હતી ત્યારે આ યુવકે પોતાની શાનદાર બેટિંગથી કાંગારૂ બોલરોને હંફાવ્યા હતા. મેલબર્નમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચમાં નીતિશ રેડ્ડીએ પોતાના ટેસ્ટ કરિયરની પ્રથમ સદી ફટકારી છે. આ પહેલા તેણે અડધી સદી ફટકારીને પોતાના અનોખા સેલિબ્રેશનથી બધાને પોતાના ફેન બનાવી દીધા હતા.

App Store

નીતિશે મુશ્કેલ સમયમાં ફરી કમાલ કરી બતાવી

નીતિશ રેડ્ડી આ સિરીઝમાં અત્યાર સુધીમાં ત્રણ વખત 42 રનના સ્કોર સુધી પહોંચ્યો હતો પરંતુ અડધી સદી નહતી ફટકારી. જ્યારે ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચમાં તેણે સદી ફટકારી છે. ભારતે 191 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી અને નીતિશ રેડ્ડી મેદાનમાં ઉતર્યો હતો. તેણે પહેલા રવીન્દ્ર જાડેજા સાથે ઈનિંગ સંભાળી અને પછી વોશિંગ્ટન સુંદર સાથે મળીને ફોલોઓનનો ખતરો ટાળ્યો હતો.

નીતીશ રેડ્ડીની શાનદાર ઈનિંગ

ટીમ ઈન્ડિયા માટે નીતીશ રેડ્ડીની આ ઈનિંગ ક્યારેય નહીં ભૂલે. જ્યારે રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ અને રિષભ પંત જેવા સ્ટાર્સ ફ્લોપ થયા ત્યારે એક નવો છોકરો આવ્યો અને રમત બદલી નાખી. નીતિશે 81 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ પછી, તેણે પોતાની ઈનિંગ્સને આગળ વધારી અને તેની પ્રથમ ટેસ્ટ સદી પૂરી કરીને ઈતિહાસ રચ્યો. નીતિશ રેડ્ડીએ 171માં બોલ પર 10 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી પૂરી કરી હતી. ત્રીજા દિવસના અંત સુધીમાં નીતીશ રેડ્ડી 105 રન બનાવીને અણનમ છે.