Champions Trophy 2025 / ન્યુઝીલેન્ડની ટીમને લાગ્યો મોટો ઝટકો, ટૂર્નામેન્ટમાંથી બહાર થયો આ ઘાતક બોલર
તાજેતરમાં જ ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને હરાવીને ટ્રાઈ-સિરીઝની ફાઈનલ જીતી હતી. મિચેલ સેન્ટનરની આગેવાની હ

તાજેતરમાં જ ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને હરાવીને ટ્રાઈ-સિરીઝની ફાઈનલ જીતી હતી. મિચેલ સેન્ટનરની આગેવાની હેઠળની ન્યુઝીલેન્ડની નજર હવે ચેમ્પિયન્સ ટ્રોફીના ખિતાબ પર છે. પરંતુ ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ ન્યુઝીલેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ન્યુઝીલેન્ડનો ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી લોકી ફર્ગ્યુસન થતા ટીમને મોટી ખોટ પડી છે. જોકે, ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે લોકી ફર્ગ્યુસનના સ્થાને ખેલાડીની જાહેરાત કરી છે. લોકી ફર્ગ્યુસનની જગ્યાએ કાઈલી જેમિસનને કિવી ટીમનો ભાગ બનાવવામાં આવ્યો છે.
લોકી ફર્ગ્યુસન તેની ઝડપી ગતિ અને વિકેટ લેવાની ક્ષમતા માટે જાણીતો છે. પરંતુ હવે ન્યુઝીલેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીમાં લોકી ફર્ગ્યુસનને મિસ કરશે. હવે લોકી ફર્ગ્યુસનના સ્થાને કાઈલી જેમિસન કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે. કાઈલી જેમિસનને તેની ઊંચાઈને કારણે સારો ઉછાળ મેળવે છે, પરંતુ આ ફાસ્ટ બોલર લાંબા સમયથી ન્યુઝીલેન્ડ ટીમની બહાર છે.
લોકી ફર્ગ્યુસનની કારકિર્દી
તમને જણાવી દઈએ કે લોકી ફર્ગ્યુસને 65 વનડે ઉપરાંત, 43 T20 મેચમાં ન્યુઝીલેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ ઉપરાંત, લોકી ફર્ગ્યુસન કિવી ટીમ માટે 1 ટેસ્ટ મેચ પણ રમ્યો છે. લોકી ફર્ગ્યુસને ODI ફોર્મેટમાં 31.56ની એવરેજ, 33.33ની સ્ટ્રાઈક રેટ અને 5.68ની ઈકોનોમી સાથે 99 વિકેટ લીધી છે. આ ફોર્મેટમાં લોકી ફર્ગ્યુસનનો શ્રેષ્ઠ બોલિંગ ફિગર 45 રનમાં 5 વિકેટ છે. તે જ સમયે, લોકી ફર્ગ્યુસને T20 ફોર્મેટમાં 14.36નીના સ્ટ્રાઈક રેટ, 16.98ની એવરેજ અને 7.1ની ઈકોનોમી સાથે 64 બેટ્સમેનોને આઉટ કર્યા છે.






