મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ન્યૂઝીલેન્ડે પ્રથમ વાર મહિલા ટી-20 વર્લ્ડકપ જીત્યો, ફાઈનલમાં આફ્રિકાને હરાવ્યું

મહિલા ટી-20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેટ ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હત

ન્યૂઝીલેન્ડે પ્રથમ વાર મહિલા ટી-20 વર્લ્ડકપ જીત્યો, ફાઈનલમાં આફ્રિકાને હરાવ્યું

મહિલા ટી-20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેટ ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 158 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકા 126 રન જ બનાવી શકી હતી. આમ ન્યૂઝીલેન્ડ પ્રથમ વાર ટી-20 ચેમ્પિયન બની છે.  

ન્યૂઝીલેન્ડે આપેલા 159 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની શરૂઆત શાનદાર રહી હતી. પ્રથમ વિકેટ માટે ઓપનિંગ જોડીએ 51 રનની ભાગીદારી કરી હતી. જોકે, બાદમાં એક પછી એક વિકેટ પડતા ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને માત્ર 126 રન જ બનાવી શકી હતી. 

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 5 વિકેટે 158 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી જ્યોર્જિયા એમેલિયા કેરે સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. બ્રુકે 28 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 38 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી એન મ્લાબાએ બે વિકેટ ઝડપી હતી.

આ સમાચાર શેર કરો