મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO / ન્યુઝીલેન્ડે ગુમાવી રિષભ પંતને રનઆઉટ કરવાની તક, સરફરાઝ ખાનની પ્રતિક્રિયા થઈ વાયરલ

સરફરાઝ ખાને ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે સદી ફટકારી છે. જો કે તે

VIDEO / ન્યુઝીલેન્ડે ગુમાવી રિષભ પંતને રનઆઉટ કરવાની તક, સરફરાઝ ખાનની પ્રતિક્રિયા થઈ વાયરલ

સરફરાઝ ખાને ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે સદી ફટકારી છે. જો કે તેની સદી પૂરી કરતા પહેલા જ તેણે કંઈક એવું કર્યું જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચોથા દિવસે રિષભ પંત સરફરાઝની સાથે બેટિંગ કરવા મેદાનમાં આવ્યો હતો. પંત દિવસની સાતમી ઓવરમાં રનઆઉટ થવાથી બચી ગયો હતો. સરફરાઝે આ દરમિયાન જે કર્યું તેનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે.

સરફરાઝે પંતને રનઆઉટથતા બચાવવા કૂદવા લાગ્યો

સરફરાઝે મેટ હેનરીના બોલને બેકવર્ડ પોઈન્ટ તરફ રમ્યો હતો. તેણે પહેલો રન ઝડપથી દોડ્યો, પરંતુ પછી ફિલ્ડરના હાથમાં બોલ જોઈને તે બીજો રન લેવા ગયો નહીં. જોકે, પંતે તેની તરફ જોયું નહીં અને બીજા રન માટે દોડવા લાગ્યો. પંત અડધીથી વધુ પિચને પાર કરી ચૂક્યો હતો અને બીજી તરફ સરફરાઝ તેને રોકવાના તમામ પ્રયાસો કરી રહ્યો હતો.

સરફરાઝે બૂમો પાડવાની સાથે પીચ પર જોરથી કૂદવાનું શરૂ કર્યું. તે તેના બંને હાથ પણ હલાવી રહ્યો હતો જેથી કોઈક રીતે પંત જોઈ શકે કે તે રન નથી લઈ રહ્યો. આખરે પંતે તેને જોયો અને તેની ક્રિઝ પર પાછો ફર્યો. આ સમયગાળા દરમિયાન ડેવોન કોનવેનો થ્રો પણ નબળો રહ્યો અને તેને કેચ કરનાર વિકેટકીપર ટોમ બ્લંડેલે પણ મોટી ભૂલ કરી. પહેલા બ્લંડેલ થ્રો પકડવા માટે વિકેટથી દૂર ગયો અને પછી તેને સમજાતું નહોતું કે શું કરવું. સ્ટ્રાઈકરના છેડે બોલને મારવાને બદલે તેણે બીજા છેડે થ્રો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ તેના હાથમાં જ રહી ગયો.

સરફરાઝ-પંતને કારણે ભારત સારી સ્થિતિમાં છે

ચોથા દિવસે જ્યારે ભારતીય ટીમ મેદાનમાં ઉતરી ત્યારે તે 125 રનથી પાછળ હતી. જોકે, આ બંને યુવા બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરી છે અને ઝડપથી રન બનાવ્યા છે. બંને વચ્ચેની સદીની પાર્ટનરશિપના કારણે હવે ભારતની સ્થિતિ મજબૂત કરી છે. ભારત હવે 12 રનથી પાછળ છે અને આવી સ્થિતિમાં ટીમ આ મેચમાં કમબેક કરે તેવું લાગી રહ્યું છે. બંનેએ પહેલા સેશનમાં જ પ્રતિ ઓવરમાં લગભગ પાંચ રન બનાવ્યા હતા.

આ સમાચાર શેર કરો