T20 World Cup / ભારત-પાકિસ્તાન મેચમાં બદલાઈ જશે ન્યૂયોર્કની પિચ, ICCએ વ્યક્ત કરી નારાજગી
આવતીકાલે (9 જૂન) T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. આ મેચનું આયોજન ન્યુયોર્ક દ્વ

આવતીકાલે (9 જૂન) T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. આ મેચનું આયોજન ન્યુયોર્ક દ્વારા નસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં કરવામાં આવશે. બંને ટીમો વચ્ચે 9 જૂને રમાનારી આ મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એક તરફ ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024માં પોતાના મિશનની શરૂઆત જીત સાથે કરી છે. બીજી તરફ પાકિસ્તાનની ટીમને તેની પ્રથમ મેચમાં અમેરિકાના સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં 9 જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે ત્યારે ક્રિકેટ મેચ કયા સ્તરે રમાશે તે જોવું રસપ્રદ રહેશે.
ખરાબ છે ન્યૂયોર્કની પિચ
આખી દુનિયાની નજર બંને ટીમો વચ્ચે રમાનારી આ મેચ પર હશે. તે જ સમયે, ICC પણ ઈચ્છે છે કે ફેન્સને રોમાંચક મેચ જોવા મળે છે. આવી સ્થિતિમાં ICCએ આ મેચ પહેલા પિચને લઈને મોટું નિવેદન આપ્યું છે. ICCએ સ્વીકાર્યું છે કે નસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પિચ પ્રમાણભૂત નથી અને T20 વર્લ્ડ કપની બાકીની મેચો માટે તેને સુધારવાનું વચન આપ્યું છે.
ન્યૂયોર્કના આ મેદાન પર રમાયેલી બે મેચોમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમોએ 100થી ઓછા રન બનાવ્યા હતા અને વધારાના ઉછાળ અને સ્વિંગે બીજી ઈનિંગમાં રમી રહેલી ટીમોને પણ પરેશાન કરી હતી. આ મેદાન પર રમાયેલી પ્રથમ મેચમાં શ્રીલંકાની ટીમ 77 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જ્યારે દક્ષિણ આફ્રિકાએ 16મી ઓવરમાં આ લક્ષ્યનો હાંસલ કર્યો હતો. બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ આયરલેન્ડની ટીમને 96 રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધી હતી. બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
ICCએ આપ્યું મોટું નિવેદન
ભારતે 9 જૂને આ જ મેદાન પર પાકિસ્તાન સામે રમવાનું છે અને એવી આશંકા છે કે મેચના પરિણામમાં પિચ મોટી ભૂમિકા ભજવશે. ICCએ આ મેચ પહેલા એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે અમે માનીએ છીએ કે આ સ્ટેડિયમની પિચ બધા ઈચ્છતા હતા તેવી નથી. આ પિચ પર સતત મહેનત કરવામાં આવી છે જેથી બાકીની મેચો માટે વધુ સારી પિચ મળી શકે. આવી સ્થિતિમાં, એવું માની શકાય છે કે ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન પિચમાં ફેરફાર થઈ શકે છે.






