મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ભારતના સ્ટાર બોલર સિરાજે DSPનું પદ સંભાળ્યું, જાણો હવે ક્રિકેટ રમશે કે નહીં

ભારતીય ટીમનો સ્ટાર ઝડપી બોલર મોહમ્મદ સિરાજે શુક્રવારે તેલંગાણા પોલીસમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ડીએ

ભારતના સ્ટાર બોલર સિરાજે DSPનું પદ સંભાળ્યું, જાણો હવે ક્રિકેટ રમશે કે નહીં

ભારતીય ટીમનો સ્ટાર ઝડપી બોલર મોહમ્મદ સિરાજે શુક્રવારે તેલંગાણા પોલીસમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ડીએસપી)નું પદ સંભાળી લીધું હતું. હોદ્દો સંભાળ્યા બાદ સિરાજે તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. 

સિરાજ હજુ પણ ભારતીય ટીમ માટે રમતો જોવા મળશે

હકીકતમાં T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ બાદ જીત્યા બાદ સિરાજને સરકારી નોકરી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઈને હવે સિરાજને તેલંગાણા પોલીસમાં ડીએસપીનું પદ સોંપવામાં આવ્યું છે. તેમણે આ પદની જવાબદારી પણ સંભાળી લીધી છે. જો કે, આનાથી તેની ક્રિકેટ કારકિર્દી પર કોઈ અસર નહીં થાય. સિરાજ હજુ પણ ભારતીય ટીમ માટે રમતો જોવા મળશે.

સિરાજે કર્યું છે શાનદાર પ્રદર્શન

મોહમ્મદ સિરાજની આંતરરાષ્ટ્રીય કારકિર્દી શાનદાર રહી છે. તેણે ભારત માટે 29 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન 78 વિકેટો તેણે ઝડપી છે. સિરાજનું એક ઈનિંગમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 15 રન આપીને 6 વિકેટ લીધી હતી. તે ભારત માટે વન-ડેમાં 71 વિકેટ લઇ ચૂક્યો છે. આ સિવાય સિરાજે 16 T20Iમાં 14 વિકેટ ઝડપી છે.     

જીવનમાં સિરાજે ખૂબ સંઘર્ષ કર્યો છે. તેના પરિવારે ઘણી આર્થિક સમસ્યાઓનો સામનો કર્યો હતો. સિરાજ પોતાની મહેનતના દમ પર આગળ વધ્યો હતો. તેણે પહેલા ઘરેલું ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું હતું. અને ત્યારબાદ તેને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું હતું. આ સિવાય તે આઇપીએલમાં પણ શાનદાર પ્રદર્શન કરી ચૂક્યો છે.

આ સમાચાર શેર કરો