મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ ખેલાડીને બનાવ્યો કેપ્ટન, ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝથી સંભાળશે ટીમની કમાન

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આખરે મોહમ્મદ રિઝવાનને વન-ડે અને ટી-20 ટીમની કમાન સોંપવામાં આવી છે. જ્યારે સલ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ ખેલાડીને બનાવ્યો કેપ્ટન, ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝથી સંભાળશે ટીમની કમાન

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આખરે મોહમ્મદ રિઝવાનને વન-ડે અને ટી-20 ટીમની કમાન સોંપવામાં આવી છે. જ્યારે સલમાન આગાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, વન-ડે અને ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાન ટીમના કંગાળ પ્રદર્શન બાદ બાબર આઝમે કેપ્ટનશિપ પદેથી રાજીનામું આપી દીધું હતું.

ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી મોહમ્મદ રિઝવાનની કેપ્ટનશિપ તરીકેને પ્રથમ સિરીઝ હશે. ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચોની શ્રેણી રમાશે. ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે વનડે સીરીઝની પ્રથમ મેચ 4 નવેમ્બરે મેલબોર્નમાં રમાશે. આ પછી બીજી મેચ 8 નવેમ્બરે એડિલેડમાં અને ત્રીજી મેચ 10 નવેમ્બરે પર્થમાં રમાશે. 14 નવેમ્બરથી ટી20 સિરીઝ શરૂ થશે. 18મી નવેમ્બર સુધી ચાલશે.

રિઝવાનને બે ટેસ્ટ મેચમાં કેપ્ટનની ભૂમિકા ભજવી

રિઝવાનને વન-ડે કે ટી20માં પાકિસ્તાનની કેપ્ટનશિપ કરી નથી. જોકે તેણે બે ટેસ્ટ મેચમાં કેપ્ટનની ભૂમિકા ભજવી છે. જો ડોમેસ્ટિક મેચોની વાત કરીએ તો રિઝવાન પાસે કેપ્ટનશિપનો અનુભવ છે. તે મુલ્તાન સુલ્તાનનો કેપ્ટન રહી ચૂક્યો છે. તેમની કપ્તાની હેઠળ ટીમ પાકિસ્તાન સુપર લીગ 2021માં રનર અપ બની હતી.

આ સમાચાર શેર કરો