મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

T20 વર્લ્ડ કપની પહેલી જ મેચમાં બન્યા આટલા રેકોર્ડ, અમેરિકન બેટ્સમેને રચ્યો ઈતિહાસ

T20 વર્લ્ડ કપ 2024ની ધમાકેદાર શરૂઆત થઈ. ટૂર્નામેન્ટની પહેલી મેચ કેનેડા અને યજમાન અમેરિકા વચ્ચે રમાઈ હ

T20 વર્લ્ડ કપની પહેલી જ મેચમાં બન્યા આટલા રેકોર્ડ, અમેરિકન બેટ્સમેને રચ્યો ઈતિહાસ

T20 વર્લ્ડ કપ 2024ની ધમાકેદાર શરૂઆત થઈ. ટૂર્નામેન્ટની પહેલી મેચ કેનેડા અને યજમાન અમેરિકા વચ્ચે રમાઈ હતી. ડલાસના ગ્રાન્ડ પ્રેરી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં અમેરિકાએ આધારે 7 વિકેટે જીત મેળવી હતી. મેચમાં, કેનેડાએ પ્રથમ બેટિંગ કરી અને 20 ઓવરમાં 194/5 રન બનાવ્યા હતા.

ત્યારબાદ જવાબમાં અમેરિકાએ 17.4 ઓવરમાં 3 વિકેટે જીત મેળવી હતી. T20 ઈન્ટરનેશનલમાં આ અમેરિકાનો સૌથી મોટો રન ચેઝ હતો. T20 વર્લ્ડ કપની પહેલી જ મેચમાં ઘણા રેકોર્ડ્સનો બન્યા છે, જેમાં અમેરિકન બેટ્સમેન એરોન જોન્સનું નામ મોખરે રહ્યું છે. તો ચાલો જાણીએ આ મેચમાં કયા રેકોર્ડ બન્યા.

T20 વર્લ્ડ કપનો ત્રીજો સૌથી મોટો રન ચેઝ

અમેરિકાએ કેનેડાને હરાવ્યું અને T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ત્રીજો સૌથી વધુ રન ચેઝ હાંસલ કર્યો. ટુર્નામેન્ટના 230 રનનો સૌથી મોટો રન ચેઝ ઈંગ્લેન્ડે 2016માં દક્ષિણ આફ્રિકા સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કર્યો હતો.

  • 230 રન - ઈંગ્લેન્ડ vs દક્ષિણ આફ્રિકા, વાનખેડે, 2016 
  • 206 રન - દક્ષિણ આફ્રિકા vs વેસ્ટ ઈન્ડિઝ, જોહાનિસબર્ગ, 2007
  • 195 રન - યુએસએ vs કેનેડા, ડલ્લાસ, 2024
  • 193 રન - વેસ્ટ ઈન્ડિઝ vs ભારત, વાનખેડે, 2016
  • 192 રન - ઓસ્ટ્રેલિયા vs પાકિસ્તાન, ગ્રોસ આઇલેટ, 2010

T20 ઈન્ટરનેશનલમાં અમેરિકાનો સૌથી મોટો રન ચેઝ

  • 195 રન - vs  કેનેડા, ડલાસ, 2024 
  • 169 રન - vs  કેનેડા, હ્યુસ્ટન, 2024
  • 155 રન - vs  જર્સી, બુલાવાયો, 2022
  • 154 રન - vs  બાંગ્લાદેશ, હ્યુસ્ટન, 2024

T20 ઈન્ટરનેશનલમાં અમેરિકાની સૌથી મોટી પાર્ટનરશિપ

  • 131 રન - એન્ડ્રીસ ગુસ અને એરોન જોન્સ vs કેનેડા, ડલાસ, 2024
  • 110 રન - સુશાંત મોદાણી અને ગજાનંદ સિંહ vs આયર્લેન્ડ, લોડરહિલ, 2021
  • 104 રન - મોનાંક પટેલ અને સ્ટીવન ટેલર vs કેનેડા, હ્યુસ્ટન, 2024
  • 104 રન - નીતિશ કુમાર અને કોરી એન્ડરસન vs કેનેડા, હ્યુસ્ટન, 2024

T20 વર્લ્ડ કપની એક ઈનિંગમાં સૌથી વધુ છગ્ગા

અમેરિકાનો એરોન જોન્સ T20 વર્લ્ડ કપની એક ઈનિંગમાં 10 કે તેથી વધુ સિક્સ મારનાર બીજો બેટ્સમેન બન્યો છે. આ આંકડો સૌથી પહેલા વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલે સ્પર્શ્યો હતો.

  • 11 સિક્સ - ક્રિસ ગેલ vs ઈંગ્લેન્ડ, વાનખેડે, 2016
  • 10 સિક્સ - ક્રિસ ગેલ vs દક્ષિણ આફ્રિકા, જોહાનિસબર્ગ, 2007
  • 10 સિક્સ - એરોન જોન્સ vs કેનેડા, ડલાસ, 2024
  • 8 સિક્સ - રીલી રોસો vs બાંગ્લાદેશ, સિડની, 2022

T20 વર્લ્ડ કપમાં બીજી સૌથી મોંઘી ઓવર

T20 વર્લ્ડ કપ 2024ની અમેરિકા સામે રમાયેલી પ્રથમ મેચમાં કેનેડાના જેરેમી ગોર્ડને 14મી ઓવરમાં 33 રન ખર્ચ્યા હતા. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આ બીજી સૌથી મોંઘી ઓવર બની છે. ટૂર્નામેન્ટની સૌથી મોંઘી ઓવર 2007માં સ્ટુઅર્ટ બ્રોડે ફેંકી હતી, જ્યારે ભારતના યુવરાજ સિંહે સતત 6 છગ્ગા ફટકાર્યા હતા. બ્રોડે 36 રન ખર્ચ્યા હતા.

  • 36 - સ્ટુઅર્ટ બ્રોડ vs ભારત, ડરબન, 2007
  • 33 - જેરેમી ગોર્ડન vs યુએસ, ડલાસ, 2024
  • 32 - ઇઝાતુલ્લા દૌલતઝાઈ vs ઈંગ્લેન્ડ, કોલંબો, 2012
  • 30 - બિલાવલ ભાટી vs ઓસ્ટ્રેલિયા, મીરપુર, 2014

આ સમાચાર શેર કરો