મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

'ભારતીય બેડમિન્ટનનો વિરાટ કોહલી બનવું છે', ઓલિમ્પિકમાં મેડલ ચૂક્યા બાદ લક્ષ્ય સેને કહી દિલની વાત

લક્ષ્ય સેન ભલે ઓલિમ્પિકમાં મેડલ ન જીત્યો હોય, પરંતુ તેણે પોતાના શાનદાર પરફોર્મન્સથી દરેકનું દિલ

'ભારતીય બેડમિન્ટનનો વિરાટ કોહલી બનવું છે', ઓલિમ્પિકમાં મેડલ ચૂક્યા બાદ લક્ષ્ય સેને કહી દિલની વાત

લક્ષ્ય સેન ભલે ઓલિમ્પિકમાં મેડલ ન જીત્યો હોય, પરંતુ તેણે પોતાના શાનદાર પરફોર્મન્સથી દરેકનું દિલ ચોક્કસ જીતી લીધું હતું. હવે ભારતીય બેડમિન્ટન સ્ટારે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે તે વિરાટ કોહલી જેવો બનવા માંગે છે. લક્ષ્ય પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ લાવવાના પ્રબળ દાવેદારોમાંનો એક હતો, પરંતુ તે માત્ર એક સ્થાનથી ચૂકી ગયો હતો.

લક્ષ્ય બ્રોન્ઝ મેડલ મેચ હારી ગયો હતો. જો કે આ પહેલા તેણે ઘણી સારી રમત દેખાડી હતી. હવે લક્ષ્યે 'ધ રણવીર શો'માં વિરાટ કોહલી વિશે વાત કરી હતી. હાલમાં વિરાટ માત્ર ક્રિકેટ માટે જ નહીં પરંતુ રમતગમતની દુનિયાના ઘણા યુવાનો માટે પ્રેરણા છે, જેમાં લક્ષ્ય સેન પણ સામેલ છે.

લક્ષ્યને પોડકાસ્ટ પર પૂછવામાં આવ્યું કે, 'શું તમે પણ કોહલીના ફેન છો?' આના જવાબમાં તેણે કહ્યું કે, "હા, હું તેમનો ફેન છું, ખાસ કરીને તેમની માનસિકતા, અગ્રેશન અને ઈમોશનનો." આ સિવાય તેણે કહ્યું કે, તે આવનારા વર્ષોમાં ભારતીય બેડમિંટનનો વિરાટ કોહલી બનવા માંગે છે. વિરાટે ભારત માટે, ભારતીય ક્રિકેટ માટે ઘણું કર્યું છે.

પેરિસ ઓલિમ્પિકમાં લક્ષ્ય સેનનું પ્રદર્શન

લક્ષ્યે ગ્રુપ સ્ટેજમાં ગ્વાટેમાલાના કેવિન કોર્ડન, બેલ્જિયમના જુલિયન કેરાગ્ગી અને ઈન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટીને હરાવ્યા હતા, ત્યારબાદ તેણે રાઉન્ડ ઓફ 16માં જગ્યા બનાવી હતી. રાઉન્ડ ઓફ 16માં, લક્ષ્યનો મુકાબલો ભારતના એચએસ પ્રણય સાથે થયો, જેમાં તેણે જીત મેળવી અને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી. ત્યારબાદ ક્વાર્ટર ફાઈનલમાં લક્ષ્યે ચાઈનીઝ તાઈપેઈના ચાઉ ટિએન-ચેનને હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ત્યારપછી સેનીફાઈનલમાં લક્ષ્યને ડેનમાર્કના વિક્ટર એક્સેલસન સામે હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ તેણે બ્રોન્ઝ મેડલ માટે મેચ રમી હતી. જો કે, લક્ષ્યને બ્રોન્ઝ મેડલ મેચમાં મલેશિયાના લી જી જિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

આ સમાચાર શેર કરો