Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : kuldip yadav created a unique record on the third day of the IND vs WI Test

IND vs WI ટેસ્ટના ત્રીજા દિવસે આ ખેલાડીએ અનોખો મહારેકોર્ડ પોતાના નામે કર્યો

Timeછેલ્લું અપડેટ : 12 Oct 2025
લાઇવ ટીવીGoogle News
IND vs WI ટેસ્ટના ત્રીજા દિવસે આ ખેલાડીએ અનોખો મહારેકોર્ડ પોતાના નામે કર્યો
સોર્સ : GSTV

ભારતીય સ્પિનર કુલદીપ યાદવે દિલ્હી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર પ્રદર્શન કરીને ઈતિહાસ રચ્યો છે. ટેસ્ટના ત્રીજા દિવસે શાઈ હોપને આઉટ કરીને કુલદીપે એક અનોખો મહારેકોર્ડ પોતાના નામે કર્યો છે.

App Store

શાઈ હોપને સૌથી વધુ વખત આઉટ કરનાર બોલર

કુલદીપ યાદવ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાઈ હોપને સૌથી વધુ વખત આઉટ કરનાર બોલર બની ગયો છે. કુલદીપ ટેસ્ટ અને વનડે (ODI) બંને ફોર્મેટમાં ત્રણ-ત્રણ વખત હોપને આઉટ કરનાર વિશ્વનો પ્રથમ બોલર છે.

બોલરનું નામ વિકેટ
કુલદીપ યાદવ 6
ટ્રેન્ટ બોલ્ટ 6
બેન સ્ટોક્સ 6

2025માં ભારતનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર

આ વર્લ્ડ રેકોર્ડની સાથે જ કુલદીપ યાદવ આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ બની ગયો છે. તેણે અત્યાર સુધીમાં 34 વિકેટો ઝડપી છે.

2025માં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ લેનારા ભારતીય સ્પિનરો

બોલરનું નામ વિકેટ (ઈનિંગ્સ)
કુલદીપ યાદવ 34 (17)
વરુણ ચક્રવર્તી 31 (15)
રવિન્દ્ર જાડેજા 25 (20)
અક્ષર પટેલ 20 (19)


મેચની વાત કરીએ તો, કુલદીપે વેસ્ટ ઈન્ડિઝની પ્રથમ ઈનિંગમાં અત્યાર સુધીમાં પાંચ વિકેટ લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમ 248 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક વર્લ્ડ રેકોર્ડ

કુલદીપ યાદવે ટેસ્ટ ક્રિકેટમાં પણ એક મહત્ત્વનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તે ડાબા હાથના કાંડા સ્પિનર ​​તરીકે સૌથી ઓછી મેચોમાં સૌથી વધુ પાંચ વિકેટ લેવાનો રેકોર્ડ ધરાવે છે.

ડાબોડી સ્પિનર ​​દ્વારા સૌથી વધુ પાંચ વિકેટ (ટેસ્ટ)

બોલરનું નામ પાંચ વિકેટ (ટેસ્ટ મેચ)
કુલદીપ યાદવ 5 (15 ટેસ્ટ)
જોની વોર્ડલ 5 (28 ટેસ્ટ)
પોલ એડમ્સ 4 (45 ટેસ્ટ)