Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IND w vs AUS w: Australia wins the toss, India will bat first

IND w vs AUS w: ટોસ જીત્યું ઓસ્ટ્રેલિયા, ભારત પહેલા બેટિંગ કરશે

Timeછેલ્લું અપડેટ : 12 Oct 2025
લાઇવ ટીવીGoogle News
IND w vs AUS w: ટોસ જીત્યું ઓસ્ટ્રેલિયા, ભારત પહેલા બેટિંગ કરશે
સોર્સ : GSTV

વિશાખાપટ્ટનમના ACA-VDCA સ્ટેડિયમ ખાતે આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહિલા ODI વર્લ્ડ કપ 2025ની મેચ રમાવા જઈ રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે, તેથી ભારત પહેલા બેટિંગ કરશે.

App Store

આ મેચ આજે (12 ઓક્ટોબર) બપોરે 3 વાગ્યે શરૂ થશે. ICC મહિલા વર્લ્ડ કપ 2025ના પ્રસારણ અધિકારો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પાસે છે. આ મેચનું સ્ટાર સ્પોર્ટ્સ પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે. મેચનું લાઇવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઇટ પર જોવા મળશે.

ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન

પ્રતિકા રાવલ, સ્મૃતિ મંધાના, હરલીન દેઓલ, હરમનપ્રીત કૌર (C), જેમિમાહ રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (WK), અમનજોત કૌર, સ્નેહ રાણા, ક્રાંતિ ગૌડ, શ્રી ચારણી.

ઓસ્ટ્રેલિયા પ્લેઇંગ ઇલેવન

એલિસા હીલી (WK/C), ફોબી લિચફિલ્ડ, એલિસ પેરી, બેથ મૂની, એનાબેલ સધરલેન્ડ, એશ્લે ગાર્ડનર, તાહલિયા મેકગ્રાથ, સોફી મોલિનેક્સ, કિમ ગાર્થ, અલાના કિંગ, મેગન સ્કટ.