Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Sai Sudarshan did not come to field on the third day

IND vs WI / ત્રીજા દિવસે ફિલ્ડીંગ કરવા ન આવ્યો સાઈ સુદર્શન, BCCI એ ઈજા પર આપ્યું અપડેટ

Timeછેલ્લું અપડેટ : 12 Oct 2025
લાઇવ ટીવીGoogle News
IND vs WI / ત્રીજા દિવસે ફિલ્ડીંગ કરવા ન આવ્યો સાઈ સુદર્શન, BCCI એ ઈજા પર આપ્યું અપડેટ
સોર્સ : Google

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે સિરીઝની બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ બીજી મેચ પર પોતાની પકડ સંપૂર્ણપણે મજબૂત કરી લીધી છે. બીજા દિવસે 518 રન બનાવ્યા બાદ પોતાની ઈનિંગ ડિકલેર કર્યા બાદ, વેસ્ટ ઈન્ડિઝને તેની પહેલી ઈનિંગમાં 248 રન પણ ઓલઆઉટ કરી ટીમ ઈન્ડિયાએ તેને ફોલોઓન આપ્યું છે. ટીમ ઈન્ડિયાની ફિલ્ડિંગ દરમિયાન, સાઈ સુદર્શને પોતાનો જીવ જોખમમાં મૂકીને એક શાનદાર કેચ ઝડપ્યો હતો, જેના પરિણામે તેને ગંભીર ઈજા થઈ. હવે, BCCI એ સાઈ સુદર્શનની ઈજા અંગે મોટી અપડેટ આપી છે.

App Store

સાઈ સુદર્શન ફિલ્ડિંગ કરવા ન આવ્યો

દિલ્હી ટેસ્ટ મેચના બીજા દિવસે કેચ લેતી વખતે સાઈ સુદર્શનને ઈજા થઈ હતી. પરિણામે, સુદર્શને ત્રીજા દિવસે ફિલ્ડિંગ કરવા ન આવ્યો. આવી સ્થિતિમાં પ્રશ્ન થાય છે કે શું સાઈ સુદર્શન હજુ સુધી તેની ઈજામાંથી સ્વસ્થ નથી થયો? સુદર્શનની ઈજા અંગે અપડેટ આપતાં, BCCI એ જણાવ્યું હતું કે, "બીજા દિવસે કેચ લેવાનો પ્રયાસ કરતી વખતે સાઈ સુદર્શનને ઈજા થઈ હતી. મેડિકલ ટીમ તેની સંભાળ રાખી રહી છે. તેની ઈજા ગંભીર નથી અને તે ઠીક છે."

સાઈ સુદર્શને શાનદાર ઈનિંગ રમી

સાઈ સુદર્શને પહેલી ઈનિંગમાં સારી બેટિંગ કરી હતી. પહેલી મેચમાં તેણે કંઈ નહતું ખાસ કર્યું. જોકે, બીજી ટેસ્ટની પહેલી ઈનિંગમાં સાઈ સુદર્શને 87 રન બનાવ્યા હતા. હવે, બીજી ઈનિંગમાં તેની બેટિંગ પણ મુશ્કેલ છે.

ભારતે 518 રન બનાવ્યા

પહેલી ઈનિંગમાં, ટીમ ઈન્ડિયાએ 518 રનમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ પોતાનો બીજો ઈનિંગ ડિકલેર કર્યો. ટીમ ઈન્ડિયા તરફથી યશસ્વી જયસ્વાલે 175 રન બનાવ્યા, અને કેપ્ટન શુભમન ગિલે અણનમ 129 રન બનાવ્યા. ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયા તરફથી પ્રભાવશાળી બોલિંગ જોવા મળી.