Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Team India gave follow on to West Indies in 2nd test

IND vs WI / 248 પર સમેટાઈ વેસ્ટ ઈન્ડિઝ, ભારત 270 રનથી આગળ; વિન્ડિઝ ટીમને આપ્યું ફોલોઓન

Timeછેલ્લું અપડેટ : 12 Oct 2025
લાઇવ ટીવીGoogle News
IND vs WI / 248 પર સમેટાઈ વેસ્ટ ઈન્ડિઝ, ભારત 270 રનથી આગળ; વિન્ડિઝ ટીમને આપ્યું ફોલોઓન
સોર્સ : GSTV

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ રમાઈ રહી છે. જેમાં ભારતે ટોસ જીતીની બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી ટેસ્ટના બીજા દિવસે ટીમ ઈન્ડિયાએ 5 વિકેટે 518 રન બનાવીને પોતાની પહેલી ઈનિંગ ડિક્લેર કરી હતી. હવે આજે (12 ઓક્ટોબર) મેચના ત્રીજા દિવસે વેસ્ટ ઈન્ડિઝની ટીમ 248 રન પર ઓલઆઉટ થઈ ગઈ. આ રીતે ભારતને પહેલી ઈનિંગના આધારે ભારત 270 રનથી આગળ છે. હવે ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝની ટીમને ફોલોઓન આપ્યું છે. તેનો અર્થ એવો થયો કે વેસ્ટ ઈન્ડિઝની ટીમ ફરી એકવાર બેટિંગ કરવા માટે આવશે. 

App Store

વેસ્ટ ઈન્ડિઝ તરફથી એલિક એથનાઝે સૌથી વધુ 41 રન બનાવ્યા. વેસ્ટ ઈન્ડિઝના કોઈપણ ખેલાડી અડધી સદી નથી ફટકારી શક્યા. એન્ડરસન ફિલિપ (24) અને જેડેન સીલ્સ (13) એ અંતિમ ઓવર્સમાં મહત્ત્વપૂર્ણ રન બનાવ્યા, પરંતુ તેઓ ફોલોઓન ન બચાવી શક્યા.

ટીમ ઈન્ડિયાની બોલિંગની વાત કરીએ, તો કુલદીપ યાદવે પાંચ વિકેટ લીધી, તેણે મેચના બીજા દિવસે 1 વિકેટ લીધી હતી, જ્યારે ત્રીજા દિવસે તે ટીમ ઈન્ડિયા માટે સૌથી સફળ બોલર રહ્યો, તેણે ત્રીજા દિવસે 4 વિકેટ લઈને પાંચમી વખત 5 વિકેટ હોલ પૂર્ણ કર્યો. તેના સિવાય રવિન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ લીધી, જે બધી તેણે બીજા દિવસે લીધી હતી. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે ત્રીજા દિવસે 1-1 વિકેટ લીધી.