મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ઇઝરાયેલ પર ઇરાનના હુમલા વચ્ચે ફંસાઈ ગયો હતો કેવિન પીટરસન, સંભળાવી આપવીતી

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસન સાથે શનિવારે એક ડરામણી ઘટના બ

ઇઝરાયેલ પર ઇરાનના હુમલા વચ્ચે ફંસાઈ ગયો હતો કેવિન પીટરસન, સંભળાવી આપવીતી

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસન સાથે શનિવારે એક ડરામણી ઘટના બની. તેની ફ્લાઈટને રસ્તામાં રોકવી પડી હતી. તેણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, ઈરાને ઈઝરાયલ પર મિસાઈલ છોડી, જેના કારણે તેની ફ્લાઈટને તેનો રૂટ બદલવો પડ્યો અને વધુ ઈંધણ ભરવું પડ્યું. આ ઘટના ત્યારે બની જ્યારે તે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની આઈપીએલ મેચ માટે મુંબઈ પરત ફરી રહ્યો હતો.

પીટરસને પોતાનો અનુભવ જણાવ્યો

કેવિન પીટરસને પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, તેની ફ્લાઈટને ઈંધણ લેવા માટે પરત ફરવું પડ્યું હતું. દક્ષિણ આફ્રિકામાં જન્મેલા પીટરસને લખ્યું, 'આવું અત્યાર સુધી ક્યારેય બન્યું નથી. ઈરાનની મિસાઈલોથી બચવા માટે અમારે રૂટ બદલવો પડતો હોવાથી અમારી ફ્લાઈટે રાત્રે પરત ફરીને વધુ ઈંધણ ભરવું પડ્યું હતું. બસ, અત્યારે હું મુંબઈમાં છું અને પછી વાનખેડે સ્ટેડિયમ જઈશ. આ મારા પ્રિય ક્રિકેટ મેદાનોમાંથી એક છે.

કેવિન પીટરસન IPL 2024ની શરૂઆતમાં કોમેન્ટ્રી કરી રહ્યો હતો, પરંતુ આ મહિનાની શરૂઆતમાં તે પાછો ઈંગ્લેન્ડ ગયો હતો. પરિવાર સાથે લગભગ બે અઠવાડિયા વિતાવ્યા બાદ તે ફરી એકવાર પરત ફર્યો છે. આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાવાની છે. પીટરસન તેમાં કોમેન્ટ્રી કરતો જોવા મળશે.

ઈરાને ડ્રોન મિસાઈલથી હુમલો કર્યો

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાય છે. આ દરમિયાન ઈઝરાયેલમાં ભારતીય દૂતાવાસે રવિવારે ઈઝરાયેલમાં રહેતા ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. એડવાઈઝરીમાં ભારતીયોને શાંત રહેવા અને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા જારી સુરક્ષા સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું હતું. દૂતાવાસે એમ પણ કહ્યું કે, તેઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને ઇઝરાયેલના અધિકારીઓના સંપર્કમાં છે.

આ સમાચાર શેર કરો