Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Kevin Pietersen predicts that KKR will get new head coach in IPL

VIDEO: ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસનની ભવિષ્યવાણી, સતત ફ્લોપ જઈ રહેલી KKRને મળશે નવો હેડ કોચ

Timeછેલ્લું અપડેટ : 18 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

હાલની સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે અત્યાર સુધીનો પ્રવાસ કોઈ દુઃસ્વપ્નથી ઓછો નથી રહ્યો. પોઈન્ટ્સ ટેબલમાં સૌથી નીચે રહેલી ટીમની હાલત જોઈને ફેન્સ નિરાશ છે, ત્યારે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને સોશિયલ મીડિયા પર એક બોમ્બ ફોડ્યો છે. પીટરસનનો દાવો છે કે, આગામી સિઝન એટલે કે IPL 2027માં બ્રેન્ડન મેક્કુલમ ફરી એકવાર KKRના હેડ કોચ તરીકે વાપસી કરશે.

App Store

પીટરસનનું ટ્વીટ

કેવિન પીટરસને એક્સ (ટ્વિટર) પર લખ્યું, "આગામી સિઝનમાં KKRનો કોચ મેક્કુલમ હશે, આ ટ્વીટને બુકમાર્ક કરી લો." જોકે, મેક્કુલમ હાલમાં ઇંઈંગ્લેન્ડની ટીમ સાથે 2027 સુધીના કરારમાં છે, પરંતુ KKR સાથેનો તેમનો જૂનો નાતો અને આક્રમક શૈલીને જોતા આ અટકળોએ જોર પકડ્યું છે.

શા માટે મેક્કુલમની ચર્ચા?

મેક્કુલમ 2020થી 2022 સુધી KKRનો કોચ રહી ચૂક્યો છે. તેના માર્ગદર્શન હેઠળ જ વર્ષ 2021માં KKR ફાઈનલ સુધી પહોંચ્યું હતું. મેક્કુલમની નિડર કોચિંગ સ્ટાઈલ KKRના મેનેજમેન્ટને હંમેશા પસંદ રહી છે. હાલના પ્રદર્શનની તુલનાએ મેક્કુલમ કાળમાં કેકેઆરનું પ્રદર્શન ઘણું સારૂ રહ્યું છે. 

અભિષેક નાયર પર વધતું દબાણ

ઓક્ટોબર 2025માં ચંદ્રકાંત પંડિતની જગ્યાએ અભિષેક નાયરને હેડ કોચ બનાવવામાં આવ્યો હતો. જોકે, તેના નેતૃત્વમાં IPL 2026માં ટીમનું પ્રદર્શન અત્યંત કંગાળ રહ્યું છે. જોકે શું કોચ બદલવાથી KKRના નસીબ બદલાશે? કે પછી ટીમમાં પ્લેયર્સના સ્તરે પણ મોટા ફેરફારની જરૂર છે તે તો આગામી સમય જ કહેશે. 

IPL 2026માં KKRનું અત્યાર સુધીનું રિપોર્ટ કાર્ડ

  • કુલ મેચ: 6
  • હાર: 5
  • પરિણામ વગરની મેચ: 1 (વરસાદના કારણે)
  • નેટ રન રેટ (NRR): -1.149 (ટેબલમાં સૌથી નીચે)

સિઝન 2026માં KKRનું કંગાળ પ્રદર્શન

  • મુંબઈ સામે 6 વિકેટે હાર.
  • હૈદરાબાદ સામે 65 રને હાર.
  • લખનૌ સામે છેલ્લી બોલ સુધી લડ્યા છતાં હાર.
  • ચેન્નાઈ અને છેલ્લે 17 એપ્રિલે ગુજરાત ટાઈટન્સ સામે પણ હાર.