IND vs NZ / ક્રાઈસ્ટચર્ચમાં ભારતીય બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ, T20I ક્રિકેટમાં પહેલીવાર બન્યું આવું

ન્યુઝીલેન્ડ સામે પાંચ મેચની T20I સિરીઝની પ્રથમ મેચમાં ભારતીય બોલર્સનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું. યજમાન ન્યુઝીલેન્ડે ગુરુવાર, 22 ઓક્ટોબરના રોજ ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલ ખાતે રમાયેલી મેચમાં 4 વિકેટે 225 રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન પાંચ ભારતીય બોલર્સે 40 કે તેથી વધુ રન આપ્યા.
T20I ક્રિકેટમાં આ પહેલીવાર છે જ્યારે પાંચ ભારતીય બોલર્સે એક ઈનિંગમાં 40 કે તેથી વધુ રન આપ્યા હોય. અક્ષર પટેલે ચાર ઓવરમાં 51 રન આપ્યા, જ્યારે ભુવનેશ્વર કુમારે 49 રન આપ્યા. અર્શદીપ સિંહે 45, જ્યારે મયંક યાદવ અને નીતિશ કુમાર રેડ્ડીએ 40-40 રન આપ્યા.
ભુવનેશ્વર લગભગ ચાર વર્ષ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરી રહ્યો હતો, પરંતુ તે પ્રભાવ પાડવામાં નિષ્ફળ ગયો. જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં ભારતીય બોલિંગ એટેકની નબળાઈઓ સ્પષ્ટપણે દેખાઈ રહી હતી.
ફિન એલને 24 બોલમાં 45 રન બનાવીને ન્યૂઝીલેન્ડને ઝડપી શરૂઆત અપાવી. ટિમ સાઈફર્ટે 17 બોલમાં 24 રન બનાવ્યા, જ્યારે ગ્લેન ફિલિપ્સે ભારતીય બોલર્સ પર સૌથી મોટો હુમલો કર્યો, 40 બોલમાં અણનમ 82 રન બનાવ્યા. બેવન જેકબ્સે પણ 16 બોલમાં 31 રન બનાવીને સ્કોરને ઝડપી બનાવ્યો.
પાવરપ્લેમાં ન્યુઝીલેન્ડે એક વિકેટે 65 રન બનાવ્યા. ભારતીય બોલર્સ શરૂઆતના સ્વિંગનો લાભ લેવામાં નિષ્ફળ રહ્યા અને બાઉન્ડ્રી રોકવા માટે સંઘર્ષ કર્યો. યજમાન ટીમે છેલ્લી પાંચ ઓવરમાં 67 રન ઉમેરીને 225 રન બનાવ્યા.
T20I મેચોમાં ભારત સામે આ ન્યુઝીલેન્ડનો સંયુક્ત સૌથી વધુ સ્કોર હતો. તે ઘરઆંગણે ન્યુઝીલેન્ડનો શ્રેષ્ઠ T20I સ્કોર પણ હતો. જોકે, ભારતીય ટીમે બે બોલ બાકી રહેતા 226 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. T20I મેચમાં પહેલીવાર ભારતીય ટીમે આટલા મોટો ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કર્યો છે.









