KKRને હરાવવા માટે જોસ બટલરે ધોની અને કોહલીના પ્લાનનો કર્યો હતો ઉપયોગ, મેચ બાદ કહી આ વાત
કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આઈપીએલની ઐતિહાસિક મેચ રમાઈ હતી. આ રોમાંચક મેચમાં રાજસ્થ

કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આઈપીએલની ઐતિહાસિક મેચ રમાઈ હતી. આ રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સ ટીમનો વિજય થયો હતો. આ મેચમાં રાજસ્થાને KKRને 2 વિકેટથી હરાવ્યું હતું. કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની જીતમાં રાજસ્થાન રોયલ્સના સ્ટાર ઓપનર જોસ બટલરે સૌથી વધુ યોગદાન આપ્યું હતું. બટલરની શાનદાર ઈનિંગ્સના કારણે જ તેની ટીમ IPLના ઈતિહાસમાં સૌથી મોટો રન ચેઝ કરી શકી હતી.
બટલરે છેલ્લી ઓવરમાં ટીમને જીત અપાવી હતી. બટલરને તેની શાનદાર ઈનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન, તેણે વિરાટ કોહલી અને એમએસ ધોનીનો એક ખાસ પ્લાન અપનાવ્યો, જેના કારણે તે મેચ જીતી શક્યો. મેચ પૂરી થયા બાદ બટલરે પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે, કેવી રીતે વિરાટ કોહલી અને એમએસ ધોનીનો પ્લાન તેને ઉપયોગી થયો હતો.
બટલરે શું કહ્યું?
કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ઐતિહાસિક રન ચેઝ કર્યા પછી, બટલરે કહ્યું કે આ મેચમાં ક્યારેક મને લાગ્યું કે હું બેટિંગની રીધમ માટે થોડો સંઘર્ષ કરી રહ્યો છે, પરંતુ જ્યારે પણ મારા મનમાં નકારાત્મક વિચારો આવતા, ત્યારે હું તેનાથી વિપરીત વિચાર કરવા લાગતો. આ વસ્તુએ જ મને આગળ ધકેલ્યો. બટલરે વધુમાં કહ્યું કે કેટલીકવાર તમે નિરાશ અનુભવો છો અથવા તમે તમારી જાતને પ્રશ્ન કરી રહ્યા છો. આ અસમયે હું મારી જાતને કહેવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે હું ઠીક છું, હું મારી રીધમ પાછી મેળવીશ.
ધોની-વિરાટ પર આ વાત કહી
જોસ બટલરે ધોની અને વિરાટ કોહલી વિશે કહ્યું કે, “ધોની અને કોહલી જે રીતે અંત સુધી ક્રીઝ પર ટકી રહે છે અને વિશ્વાસ જાળવી રાખે છે, તે તમે ઘણી વખત IPLમાં જોયું હશે. મેં પણ તે જ કરવાનો પ્રયાસ કર્યો હતો. એમએસ ધોની અને વિરાટ કોહલી IPLના સૌથી સફળ ખેલાડીઓમાંથી એક છે અને બંને તેમની રન ચેઝ આર્ટ માટે જાણીતા છે.” જોસ બટલરના આ નિવેદને કરોડો ભારતીય ચાહકોના દિલ જીતી લીધા છે.








