મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

વિરાટ કોહલી-રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે, BCCIના સેક્રેટરી જય શાહે કર્યુ કન્ફર્મ

ભારત ટી-20 વર્લ્ડકપ 2024માં ચેમ્પિયન બન્યા બાદ ત્રણ સીનિયર ખેલાડીઓએ ટી-20માંથી સં

વિરાટ કોહલી-રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે, BCCIના સેક્રેટરી જય શાહે કર્યુ કન્ફર્મ

ભારત ટી-20 વર્લ્ડકપ 2024માં ચેમ્પિયન બન્યા બાદ ત્રણ સીનિયર ખેલાડીઓએ ટી-20માંથી સંન્યાસ લીધો હતો. વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ ટી-20માંથી સંન્યાસ લઇ લીધો છે. હવે BCCIના સેક્રેટરી જય શાહે આ ખેલાડીઓના આગામી ટૂર્નામેન્ટમાં રમવા અંગે હિન્ટ આપી છે. જય શાહે કહ્યું કે, વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા આવતા વર્ષે રમાનાર ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રમતા જોવા મળશે. ભારતનો નવો ટાર્ગેટ ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવાનો છે.

ફેબ્રુઆરી-માર્ચ 2025માં રમાશે ચેમ્પિયન્સ ટ્રોફી

6 મહિના પછી ICC ટૂર્નામેન્ટ રમાશે. ફેબ્રુઆરી-માર્ચ 2025માં ICC ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનની યજમાનીમાં રમાવાની છે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમતા જોવા મળશે. આ ટૂર્નામેન્ટ વન ડે ફોર્મેટમાં રમાશે. 

ટી-20 વર્લ્ડકપ 2024 અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 વચ્ચે ભારતીય ટીમને માત્ર 6 વન ડે મેચ રમવાની તક મળશે, જ્યારે ભારતીય ટીમ 10 ટેસ્ટ અને 16 ટી-20 મેચ રમશે. ટીમ ઇન્ડિયાનો કાર્યક્રમ ફેબ્રુઆરી 2025 પહેલા વ્યસ્ત છે પરંતુ માત્ર 6 જ વન ડે મેચ ભારત રમશે. એક વન ડે સિરીઝ જુલાઇ 2024માં છે અને બીજી વન ડે સિરીઝ ફેબ્રુઆરી 2025માં છે.

આ સમાચાર શેર કરો