મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ભારતના પ્રથમ વર્લ્ડકપ વિજયને 42 વર્ષ પૂર્ણ, જ્યારે કપિલ દેવની ટીમે 1983માં રચ્યો હતો ઇતિહાસ

25 જૂન 1983...ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં આ તારીખ હર હંમ

ભારતના પ્રથમ વર્લ્ડકપ વિજયને 42 વર્ષ પૂર્ણ, જ્યારે કપિલ દેવની ટીમે 1983માં રચ્યો હતો ઇતિહાસ

25 જૂન 1983...ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં આ તારીખ હર હંમેશ માટે સુવર્ણ સ્થાન ધરાવે છે. આ જ દિવસે કપિલ દેવની આગેવાની હેઠળની ભારતીય ટીમે ધરખમ પ્લેયરોથી સજ્જ એવી વેસ્ટ ઇન્ડિઝની ટીમને હરાવીને વન ડે વર્લ્ડકપ જીતી લીધો હતો.

25 જૂન ભારતીય ક્રિકેટ માટે વિશેષ સ્થાન ધરાવે છે

25 જૂનની તારીખ ભારતીય ક્રિકેટ માટે વિશેષ સ્થાન ધરાવે છે. આ જ તારીખે 1932માં ભારત સૌ પ્રથમ ટેસ્ટ મેચ રમ્યું હતું.લંડન ખાતે રમાયેલી આ ટેસ્ટમાં ઇંગ્લેન્ડના 259 રન સામે ભારત 189માં આઉટ થયું હતું. બીજી ઇનિંગ્સ ઇંગ્લેન્ડે 8 વિકેટે 275ના સ્કોરે ડિકલેર કરતાં ભારતને 346નો ટાર્ગેટ મળ્યો હતો અને તે 187માં આઉટ થયું હતું.

ભારત અત્યાર સુધી 590 ટેસ્ટ રમ્યું છે અને જેમાંથી તેનો 181માં વિજય-184માં પરાજય થયો છે જ્યારે 223 ટેસ્ટ ડ્રો અને 1 ટાઇ રહી છે. ટેસ્ટમાં સૌથી વધુ વિજયમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ,વેસ્ટ ઇન્ડિઝ બાદ ભારત ચોથા સ્થાને છે.

42 વર્ષ પહેલા ભારતે જીત્યો હતો પ્રથમ વન ડે વર્લ્ડકપ

25 જૂન 1983માં કપિલ દેવની ટીમે વેસ્ટ ઇન્ડિઝને હરાવીને વન ડે વર્લ્ડકપ લીધો હતો. ભારતે લીગ રાઉન્ડમાં 6માંથી 4 મેચમાં વિજય મેળવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડને 6 વિકેટે અને ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝને 43 રને હરાવ્યું હતું. 334 રન સાથે ડેવિડ ગોવર સૌથી સફળ બેટર અને 18 વિકેટ સાથે રોજર બિન્ની સૌથી સફળ બોલર બની રહ્યા હતા.

આ સમાચાર શેર કરો