ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે ઈશાન કિશન! BCCI સેક્રેટરી જય શાહે આપી આકરી પ્રતિક્રિયા
અત્યારે ઈશાન કિશન ભારતીય ટીમમાં વાપસીને લઈને ચર્ચામાં ઘેરાયેલો છે. હાલ

અત્યારે ઈશાન કિશન ભારતીય ટીમમાં વાપસીને લઈને ચર્ચામાં ઘેરાયેલો છે. હાલ ચાલી રહેલી બુચી બાબુ ટૂર્નામેન્ટમાં ઝારખંડ તરફથી રમતા તેણે 86 બોલમાં સદી ફટકારી હતી, જ્યારે તેની શાનદાર વિકેટકીપિંગનો વીડિયો પણ વાયરલ થયો હતો. બસ આ પ્રદર્શનના આધારે લોકો તેની ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયામાં વાપસીની અટકળો લગાવવા લાગ્યા છે. આ દરમિયાન, BCCI સેક્રેટરી જય શાહે સ્પષ્ટ કર્યું છે કે, ઈશાનને વાપસી કરવા માટે શું કરવું પડશે.
એક અહેવાલ અનુસાર જય શાહે સ્પષ્ટ કર્યું છે કે, જો ઈશાન કિશન ટીમ ઈન્ડિયામાં પરત ફરવા માગે છે તો તેણે નિયમોનું પાલન કરવું પડશે. અહીંના નિયમોનો મતલબ એ છે કે તેણે ઘરેલુ ક્રિકેટ રમવું પડશે. આ એ જ ઈશાન કિશન છે જેને BCCIએ ઘરેલુ ક્રિકેટ ન રમવા બદલ કેન્દ્રીય કરારની યાદીમાંથી બહાર કરી દીધો હતો.
39 બોલમાં 9 સિક્સર ફટકારી
ઈશાન કિશને ભલે પહેલા BCCIની સલાહની અવગણના કરી હોય, પરંતુ હવે તેણે ઘરેલુ ક્રિકેટમાં હલચલ મચાવી દીધી છે. તેણે બુચી બાબુ ટૂર્નામેન્ટમાં મધ્યપ્રદેશ સામે 86 બોલમાં સદી ફટકારી હતી, પરંતુ તેની ઇનિંગ્સ અન્ય કારણોસર પણ ખૂબ જ ખાસ હતી. વાસ્તવમાં, મુશ્કેલ પરિસ્થિતિઓમાં રમીને તેણે 61 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, પરંતુ તે પછી તેણે વિસ્ફોટક બેટિંગ કરી.
61 બોલમાં ફિફ્ટી અને તેણે પછીના 50 રન માત્ર 25 બોલમાં બનાવ્યા. આ દરમિયાન 39 બોલમાં તેણે 9 બોલમાં માત્ર સિક્સર જ ફટકારી હતી. કિશને ભારત માટે છેલ્લે નવેમ્બર 2023માં ઓસ્ટ્રેલિયા સામે આંતરરાષ્ટ્રીય મેચ (T20) રમી હતી. તે મેચમાં કિશન 5 બોલ રમીને શૂન્યના સ્કોર પર આઉટ થયો હતો.






