મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL 2024 : વિકેટ પડી જાય તો બીજાને આગળ કરે છે, પૂર્વ ક્રિકેટરે હાર્દિક પર નિશાન સાધ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઠ મેચમાંથી માત્ર ત્રણ મેચમાં જ વિજય મેળવી શકે છે. પરિણામે ટીમ પર પ્લ

IPL 2024 : વિકેટ પડી જાય તો બીજાને આગળ કરે છે, પૂર્વ ક્રિકેટરે હાર્દિક પર નિશાન સાધ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઠ મેચમાંથી માત્ર ત્રણ મેચમાં જ વિજય મેળવી શકે છે. પરિણામે ટીમ પર પ્લેઓફની રેસમાંથી બહાર થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે મુંબઈ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા સતત ટીકાકારોના નિશાન પર છે. આ મેચ બાદ ઈરફાન પઠાણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે યશસ્વી જયસ્વાલના ખૂબ જ વખાણ કર્યા છે પરંતુ આ સાથે જ તેણે ફરી એક વખત હાર્દિક પંડ્યા પર નિશાન સાધ્યું છે. આ સાથે જ ઈરફાન કહ્યું કે તે જે પ્રકારના ફોર્મમાં છે તે ટીમ ઈન્ડિયા માટે સારી વાત નથી.

ઈરફાન પઠાણે યશસ્વી જયસ્વાલના વખાણ કર્યા અને કહ્યું કે જ્યારે તે શરૂઆતની મેચોમાં વધારે રન નહોતો બનાવી રહ્યો ત્યારે પણ તે 140ના સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યો હતો. આ જ કારણોસર તેના આટલા વખાણ થાય છે. ઈરફાને કહ્યું કે, હાર્દિક પંડ્યા IPLમાં ફોર્મમાં વાપસી કરવા માટે સરળ રસ્તાઓ શોધી રહ્યો છે અને આવી સ્થિતિમાં તમને તમારા સાથી ખેલાડીઓ તરફથી રિસ્પેક્ટ ન મળે.

જ્યારે ઓપનર રન બનાવે છે ત્યારે તે બેટિંગ ઓર્ડરમાં આગળ આવે છે અને જ્યારે વિકેટ જલ્દી પડી જાય છે ત્યારે ટીમ ડેવિડ અને નેહલ વાઢેરાને આગળ કરે છે. આવી રીતે તમે ટીમમાં રિસ્પેક્ટ ન મેળવી શકો. આ સાથે જ ઈરફાન પઠાણે કહ્યું કે, હાર્દિક પંડ્યાનો હિટિંગ પાવર ઘટી રહ્યો છે, આ ટીમ ઈન્ડિયા માટે સારી બાબત નથી. હાર્દિક ને આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે પરંતુ ટીમનું પ્રદર્શન આ સિઝનમાં ખૂબ જ ખરાબ નજર આવી રહ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સ પર હવે પ્લેઓફની રેસમાંથી બહાર થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે.

આ સમાચાર શેર કરો