Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IPL 2026: Only four players did this for a single franchise, Virat's name at the top

IPL 2026: ફક્ત ચાર ખેલાડીઓએ એક જ ફ્રેન્ચાઇઝ માટે કરી આ કામગીરી, વિરાટનું નામ ટોચ પર

Timeછેલ્લું અપડેટ : 22 Mar 2026
લાઇવ ટીવીGoogle News
IPL 2026: ફક્ત ચાર ખેલાડીઓએ એક જ ફ્રેન્ચાઇઝ માટે કરી આ કામગીરી, વિરાટનું નામ ટોચ પર
સોર્સ : gstv

ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની શરૂઆત થયાને અઢાર વર્ષ વીતી ગયા છે અને 19મી સિઝન 28 માર્ચે શરૂ થવાની છે. આ સિઝન પહેલા તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, લીગના સમગ્ર ઇતિહાસમાં ફક્ત ચાર ખેલાડીઓ એવા છે જેમણે એક જ ફ્રેન્ચાઇઝ માટે 10 કે તેથી વધુ સિઝન રમી છે. આમ તો અનેક ખેલાડીઓ છે જેમણે 18 સિઝન રમી છે. પરંતુ મોટાભાગના ખેલાડીઓએ ઘણી ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું છે. રોહિત શર્મા અને એમએસ ધોની જેવા દિગ્ગજો પણ આ લિસ્ટમાં નથી. જો કે, વિરાટ કોહલીનું નામ ચોક્કસપણે આ લિસ્ટમાં છે અને તે ટોચ પરના સ્થાને છે. અન્ય ત્રણ ખેલાડીઓ કોણ છે? ચાલો જાણીએ. 

App Store

વિરાટ કોહલી

ભારતીય બેટર વિરાટ કોહલીથી વધારે વફાદાર કોઈ ખેલાડી તમને IPLમાં જોવા નહીં મળે. આની પાછળનું કારણ એ છે કે, વિરાટ કોહલી એકમાત્ર ક્રિકેટર છે જે આજ સુધી દરેક સિઝનમાં ફક્ત એક જ ફ્રેન્ચાઇઝી માટે રમ્યો છે. અત્યાર સુધીમાં 18 સિઝન થઈ છે અને વિરાટ દરેક સિઝનમાં ફક્ત RCB માટે જ રમ્યો છે.

સુનીલ નરેન

આ લિસ્ટમાં બીજા નંબર પર વેસ્ટઈન્ડીઝના પૂર્વ ઓલરાઉન્ડર સુનીલ નરેનનું નામ આવે છે. IPLમાં સુનીલ એક જ ફ્રેન્ચાઇઝી માટે રમ્યો છે. સુનીલ અત્યાર સુધીમાં 14 સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સાથે જોડાયેલો રહ્યો છે. 

કિરોન પોલાર્ડ

IPLના ઈતિહાસમાં એક ટીમ માટે લોયલ રહેનારા ખેલાડીઓમાં કિરોન પોલાર્ડનું નામ ત્રીજા સ્થાને આવે છે. વેસ્ટઈન્ડીઝ ટીમના પૂર્વ કેપ્ટને મુંબઈ ઈન્ડિયન્સ માટે વર્ષ 2010માં ડેબ્યૂ કર્યું હતું અને વર્ષ 2022 સુધી આ ટીમ માટે રમ્યો હતો. પોલાર્ડ 13 સિઝનમાં આ ફ્રેન્ચાઇઝી માટે રમ્યો છે. 

જસપ્રીત બુમરાહ

દમદાર બોલર જસપ્રીત બુમરાહ પણ એવા વફાદાર ખેલાડીઓની લિસ્ટમાં સામેલ છે, જેણે પોતાની આખી IPL કારકિર્દી એક જ ફ્રેન્ચાઇઝી માટે રમી છે. બુમરાહે વર્ષ 2013માં મુંબઈ ઇન્ડિયન્સ માટે ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધીમાં 13 સિઝન રમી છે અને તે 14મી સિઝન રમવા માટે તૈયાર છે. જ્યારથી મુંબઈએ બુમરાહને ખરીદ્યા છે, ત્યારથી તેની સેવાઓ જાળવી રાખી છે. વર્ષ 2013ના ઓક્શન બાદ તે ફરી ક્યારેય ઓક્શનમાં ગયો નથી.