Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IPL 2026 KKR vs LSG match preview

VIDEO: KKR vs LSG / વરસાદ ફરી બગાડી શકે છે કેકેઆરની રમત, મેચ રદ્દ થઈ તો વધશે કોલકાતાની મુશ્કેલી

Timeછેલ્લું અપડેટ : 09 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) પાછળ જાણે વરસાદ હાથ દોઈને પડ્યો હોય તેવું લાગે છે. ઈડન ગાર્ડન્સ ખાતે પંજાબ સામેની તેની પાછલી મેચ વરસાદે ધોઈ નાખી હતી, જેના કારણે બંને ટીમોને એક-એક પોઈન્ટ વહેંચવો પડ્યો હતો. હવે, ગુરુવારે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચ પર પણ સંકટના વાદળો છે.

App Store

કોલકાતામાં છેલ્લા ઘણા દિવસોથી સાંજે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે ગુરુવારે પણ વરસાદની આગાહી કરી છે. વરસાદની સાથે 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જો આ મેચ પણ વરસાદને કારણે રદ્દ થાય છે, તો ફરી એક-એક પોઈન્ટ વહેંચવામાં આવશે.

આનાથી કોલકાતાનું ભવિષ્ય ખૂબ મુશ્કેલ બની શકે છે. કોલકાતાએ શરૂઆતની બંને મેચ ગુમાવી છે. દરમિયાન, લખનૌએ અત્યાર સુધીમાં બે મેચ રમી છે, જેમાં એક જીતી છે અને એક હારી છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં છ મેચ રમાઈ છે, જેમાંથી લખનૌએ ચાર જીતી છે અને કોલકાતાએ બે જીતી છે.

બધું જ સુધારવું પડશે

જો કોલકાતા પોતાના પ્રદર્શનના આધારે પોઈન્ટ મેળવવા માંગે છે, તો તેણે પોતાની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં સુધારો કરવો પડશે. પંજાબ સામે ફક્ત 22 બોલ રમાયા હતા, પરંતુ તેમાં પણ કોલકાતાની નબળી બેટિંગ સ્પષ્ટ દેખાઈ રહી હતી.

વરસાદને કારણે મેચ બંધ થાય તે પહેલાં, કોલકાતાએ 25 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. કોલકાતાની નબળી બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ પાછલી મેચમાં સ્પષ્ટ દેખાઈ હતી. જોકે, લખનૌની બેટિંગ અને બોલિંગ પણ અત્યાર સુધી ખૂબ પ્રભાવશાળી નથી રહી. મેચ જીતવા માટે તેને સખત મહેનત કરવી પડી શકે છે.

શમી પર રહેશે બધાની નજર

આ મેચમાં બધાની નજર લખનૌના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પર રહેશે, જે લોકલ બોય પણ છે. શમીએ છેલ્લી રણજી ટ્રોફી સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

IPL 2026 માટે બંને ટીમો

કોલકાતા નાઈટ રાઈડર્સઃ અજિંક્ય રહાણે (કેપ્ટન), રિંકુ સિંહ, અંગક્રિશ રઘુવંશી, મનીષ પાંડે, રોવમેન પોવેલ, સુનિલ નારાયણ, રમનદીપ સિંહ, અનુકુલ રોય, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા, ઉમરાન મલિક, કેમેરોન ગ્રીન, ફિન એલન, મથીશા પથિરાના, તેજસ્વી સિંહ, કાર્તિક ત્યાગી, પ્રશાંત સોલંકી, રાહુલ ત્રિપાઠી, ટિમ સાઈફર્ટ, સાર્થક રંજન, દક્ષ કામરા, રચિન રવિન્દ્ર, બ્લેસિંગ મુઝરબાની, સૌરભ દુબે અને નવદીપ સૈની.

લખનૌ સુપર જાયન્ટ્સઃ રિષભ પંત (કેપ્ટન), મિચેલ માર્શ, એડન માર્કરમ, હિમ્મત સિંહ, મેથ્યુ બ્રેટ્ઝકે, મુકુલ ચૌધરી, અક્ષત રઘુવંશી, જોશ ઈંગ્લિસ, નિકોલસ પૂરન, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, અર્શિન કુલકર્ણી, આયુષ બદોની, મોહમ્મદ શમી, આવેશ ખાન, એમ સિદ્ધાર્થ, દિગ્વેશ રાઠી, આકાશ સિંહ, પ્રિન્સ યાદવ, અર્જુન તેંડુલકર, એનરિક નોર્કિયા, નમન તિવારી, મયંક યાદવ, મોહસીન ખાન.