IPL 2024: ટ્રોફી જીતનારી ટીમ થઈ જશે માલામાલ, જાણો કોને મળશે કેટલી રકમ
IPL 2024ની ફાઈનલ 26મી મે અને રવિવારના રોજ ચેન્નાઈ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા

IPL 2024ની ફાઈનલ 26મી મે અને રવિવારના રોજ ચેન્નાઈ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. આઈપીએલ 2024નો તાજ કોણ લઈ જશે તે રસપ્રદ રહેશે. ફાઈનલ જીતનારી ટીમને ટ્રોફી સાથે કરોડો રૂપિયાનું ઈનામ પણ મળશે. આવો જાણીએ આ વર્ષે વિજેતા ટીમને કેટલી ઈનામી રાશિ મળશે. ઓરેન્જ કેપ અને પર્પલ કેપ પ્લેયરોને કેટલા રૂપિયા મળશે.
IPL 2024ની વિજેતા ટીમને ટ્રોફીની સાથે સાથે 20 કરોડ રૂપિયા ઈનામ તરીકે મળશે. જ્યારે ફાઇનલમાં હારનારી કરેતાં રનરઅપ રહેનારી ટીમને 13 કરોડ રૂપિયા મળશે. ત્રીજા ક્રમે આવેલી ટીમને 7 કરોડ રૂપિયા અને ચોથા ક્રમે આવેલી ટીમને 6.5 કરોડ રૂપિયા મળશે. આ હિસાબે રાજસ્થાન રોયલ્સને 7 કરોડ રૂપિયા મળશે અને પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6.5 કરોડ રૂપિયા મળશે.
IPLમાં વિજેતા અને ઉપવિજેતા ટીમોને મળેલી ઈનામી રકમ ઉપરાંત અન્ય ઘણા એવોર્ડ આપવામાં આવે છે. જેમાં ઓરેન્જ કેપ, પર્પલ કેપ, ફેજૈસ જેવા એવોર્ડનો સમાવેશ થાય છે. IPLની આખી સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનને ઓરેન્જ કેપ એવોર્ડ આપવામાં આવે છે. ઓરેન્જ કેપના વિજેતાને 15 લાખ રૂપિયા આપવામાં આવશે. ઓરેન્જ કેપ જીતવાની રેસમાં વિરાટ કોહલી સૌથી આગળ છે. તે જ સમયે, IPLની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરને પર્પલ કેપ મળે છે. આ વખતે 15 લાખ રૂપિયા ઈનામ તરીકે આપવામાં આવશે. જ્યારે ઈમેજિંગ પ્લેયરને 20 લાખ રૂપિયાનું ઈનામ મળશે. હર્ષલ પટેલ પર્પલ કેપની રેસમાં આગળ છે.






