મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Paralympic 2024 / શું ભારત બીજા દિવસે મેડલ જીતશે? જાણો આજનું સંપૂર્ણ શેડ્યૂલ

ભારતે 29 ઓગસ્ટથી પેરિસ પેરાલિમ્પિક 2024માં તેનું અભિયાન શરૂ કર્યું હતું. ભારત માટે પહેલો દિવસ સારો ર

Paralympic 2024 / શું ભારત બીજા દિવસે મેડલ જીતશે? જાણો આજનું સંપૂર્ણ શેડ્યૂલ

ભારતે 29 ઓગસ્ટથી પેરિસ પેરાલિમ્પિક 2024માં તેનું અભિયાન શરૂ કર્યું હતું. ભારત માટે પહેલો દિવસ સારો રહ્યો. હવે બીજા દિવસે ઘણા ભારતીય એથ્લેટ્સ મેડલ માટે સ્પર્ધા કરતા જોવા મળશે. ભારતનું મેડલ ટેલીનું ખાતું આજે ખુલી શકે છે. ભારત 5 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ એટલે કે કુલ 6 મેડલ મેળવી શકે છે.

પેરા એથ્લેટિક્સમાં, સાક્ષી કસાના અને કર્મજ્યોતિ વિમેન્સ ડિસ્કસ થ્રો ફાઈનલ માટે મેદાનમાં ઉતરશે. આ સિવાય પ્રીતિ પાલ વિમેન્સ 100 મીટર T35ની ફાઈનલ માટે મેદાનમાં ઉતરશે. જો ભારતીય એથ્લેટ્સ બાકીની પેરા શૂટિંગ અને પેરા સાયકલિંગમાં ક્વોલિફાય થશે તો તેઓ ફાઈનલ મેચ રમી શકશે. આ ઉપરાંત બ્રોન્ઝ મેડલ મેચ પણ ક્વોલિફિકેશનના આધારે જ યોજાશે.

30 ઓગસ્ટે પેરાલિમ્પિક માટે ભારતનું શેડ્યૂલ

પેરા બેડમિન્ટન

  • વિમેન્સ સિંગલ્સ SL3 ગ્રુપ સ્ટેજ A મેચ 2 - માનસી જોશી - બપોરે 12:00 કલાકે.
  • મેન્સ સિંગલ્સ SL4 ગ્રુપ સ્ટેજ A મેચ 2 - સુહાસ યથિરાજ - બપોરે 12:40 કલાકે.
  • મેન્સ સિંગલ્સ SL3 ગ્રુપ સ્ટેજ A મેચ 2- મનોજ સરકાર - બપોરે 1:20 કલાકે.
  • મેન્સ સિંગલ્સ SL3 ગ્રુપ સ્ટેજ A મેચ 2 - નિતેશ કુમાર - બપોરે 2:00 કલાકે.
  • વિમેન્સ સિંગલ્સ SL4 ગ્રુપ સ્ટેજ C મેચ 2 - પલક કોહલી - સાંજે 4:40 કલાકે.
  • વિમેન્સ સિંગલ્સ SU5 ગ્રુપ સ્ટેજ A મેચ 2 - તુલાસિમાથી મુરુગેસન - સાંજે 7:30 કલાકે.

પેરા શૂટિંગ

  • R2 વિમેન્સ 10 મીટર એર રાઈફલ SH1 ક્વોલિફિકેશન - અવની લેખા અને મોના અગ્રવાલ - બપોરે 12:30 કલાકે.
  • P1 મેન્સ 10 મીટર એર પિસ્તોલ SH1 ક્વોલિફિકેશન - રુદ્રાંશ ખંડેલવાલ અને મનીષ નરવાલ - બપોરે 2:45 કલાકે.
  • R2 વિમેન્સ 10 મીટર એર રાઈફલ SH1 ફાઈનલ (ક્વોલિફિકેશનના આધારે)- અવની લેખરા અને મોના અગ્રવાલ - 3:15 કલાકે.
  • R4 - મિક્સ્ડ 10 મીટર એર રાઈફલ સ્ટેન્ડિંગ SH2 ક્વોલિફિકેશન - શ્રીહર્ષ દેવરદ્દી - સાંજે 5:00 કલાકે.
  • P1 મેન્સ 10 મીટર એર પિસ્તોલ SH1 ફાઈનલ (ક્વોલિફિકેશનના આધારે)- રૂદ્રાંશ ખંડેલવાલ અને મનીષ નરવાલ - સાંજે 5:30 કલાકે.
  • R4- મિક્સ્ડ 10 મીટર એર રાઈફલ સ્ટેન્ડિંગ SH2 ફાઈનલ (ક્વોલિફિકેશનના આધારે લાયકાત પર આધારિત)- શ્રીહર્ષ દેવરદ્દી - સાંજે 7:45 કલાકે.

પેરા ટેબલ ટેનિસ

  • વિમેન્સ ડબલ્સ WD 10 ક્વાર્ટર ફાઈનલ- ભાવિના પટેલ અને સોનલ પટેલ - બપોરે 1:30 કલાકે.

પેરા એથ્લેટિક્સ

  • વિમેન્સ ડિસ્કસ થ્રો F55 ફાઈનલ- સાક્ષી કસાના અને કર્મજ્યોતિ - બપોરે 1:30 કલાકે.
  • વિમેન્સ 100 મીટર T35 ફાઈનલ- પ્રીતિ પાલ - સાંજે 4:45 કલાકે.

પેરા રોઈંગ

  • પેરા મિક્સ ડબલ સ્કલ્સ (PR3 MIX2x)- અનિતા અને કે. નારાયણ - બપોરે 3:00 કલાકે.

પેરા તીરંદાજી

  • વિમેન્સ ઈન્ડિવિજ્યુઅલ કમ્પાઉન્ડ ઓપન 1/16 એલિમિનેશન રાઉન્ડ- સરિતા - બપોરે 3:03 કલાકે.
  • મેન્સ ઈન્ડિવિજ્યુઅલ કમ્પાઉન્ડ ઓપન 1/16 એલિમિનેશન રાઉન્ડ - રાકેશ કુમાર અને શ્યામ સુંદર - સાંજે 7:00 કલાકે.

પેરા સાયકલિંગ ટ્રેક

  • મેન્સ C2 3000M ઈન્ડિવિજ્યુઅલ પર્સ્યુટ ક્વોલિફાઈંગ રાઉન્ડ - અરશદ શેખ - સાંજે 4:24 કલાકે.
  • મેન્સ C2 3000M ઈન્ડિવિજ્યુઅલ પર્સ્યુટ બ્રોન્ઝ મેડલ મેચ (ક્વોલિફિકેશનના આધારે) - અરશદ શેખ - સાંજે 7:11 કલાકે.
  • મેન્સ C2 3000M ઈન્ડિવિજ્યુઅલ પર્સ્યુટ ગોલ્ડ મેડલ મેચ (ક્વોલિફિકેશનના આધારે) - અરશદ શેખ - સાંજે 7:19 કલાકે.

આ સમાચાર શેર કરો