મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ભારતની પ્રીતિ પાલે 100 મીટરમાં બ્રોન્ઝ જીત્યો, દેશના ખાતામાં ત્રીજો મેડલ

ભારતીય પેરા એથ્લેટ પ્રીતિ પાલે પેરિસ પેરાલિમ્પિક્સમાં ઈતિહાસ રચ્યો છે. પ્રીતિએ આ ગેમ્સન

ભારતની પ્રીતિ પાલે 100 મીટરમાં બ્રોન્ઝ જીત્યો, દેશના ખાતામાં ત્રીજો મેડલ

ભારતીય પેરા એથ્લેટ પ્રીતિ પાલે પેરિસ પેરાલિમ્પિક્સમાં ઈતિહાસ રચ્યો છે. પ્રીતિએ આ ગેમ્સના બીજા દિવસે 100 મીટર T35 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ટ્રેક ઈવેન્ટમાં ભારતનો આ પહેલો પેરાલિમ્પિક મેડલ છે. ઓલિમ્પિકમાં પણ આજ સુધી કોઈ ભારતીય ટ્રેક ઈવેન્ટમાં મેડલ જીતી શક્યું નથી. આ મેડલ સાથે ભારતના મેડલની સંખ્યા ત્રણ થઈ ગઈ છે.

શૂટર અવની લેખારાએ દેશ માટે પહેલો ગોલ્ડ, અને પછી મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો. હવે પ્રીતિએ પણ બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે.

પ્રીતિ પાલ પોતાનું સારું ફોર્મ જાળવી રાખ્યું 

આ વર્ષે પ્રીતિ પાલનું ફોર્મ સારું ચાલી રહ્યું હતું. તેણે છઠ્ઠી ઈન્ડિયન ઓપન પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ પછી, મે 2024 માં, આ ખેલાડીએ જાપાનના કોબેમાં આયોજિત વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. તેણે T35 200 મીટર ઈવેન્ટમાં આ મેડલ જીત્યો હતો. આ બ્રોન્ઝ મેડલની સાથે તેણે પેરિસ પેરાલિમ્પિક માટે પણ ક્વોલિફાય કર્યું અને હવે જુઓ ભારતની આ દીકરીએ દેશને તેનો પહેલો ટ્રેક એન્ડ ફિલ્ડ મેડલ અપાવ્યો છે.

આ સમાચાર શેર કરો