Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Indian Women's team announced for world cup 2025

મેન્સ બાદ હવે ભારતની વિમેન્સ ટીમની પણ થઈ જાહેરાત, હરમનપ્રીત કૌર કેપ્ટન તો સ્મૃતિ મંધાના બની ઉપ-કપ્તાન

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2025
લાઇવ ટીવીGoogle News
મેન્સ બાદ હવે ભારતની વિમેન્સ ટીમની પણ થઈ જાહેરાત, હરમનપ્રીત કૌર કેપ્ટન તો સ્મૃતિ મંધાના બની ઉપ-કપ્તાન
સોર્સ : Google

30 સપ્ટેમ્બરથી વિમેન્સ વર્લ્ડ કપ 2025 ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજાવાનો છે અને હવે આ માટે ભારતીય વિમેન્સ ટીમની જાહેરાત કરવામાં આવી છે. હરમનપ્રીત કૌરને કેપ્ટનશિપની જવાબદારી મળી છે, જ્યારે સ્મૃતિ મંધાનાને વાઈસ કેપ્ટન બનાવવામાં છે. જ્યારે સ્ટાર ઓપનર શેફાલી વર્મા બહાર છે. છેલ્લા કેટલાક સમયથી ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને ટીમમાં તક મળી છે.

App Store

શેફાલી વર્માને સ્થાન ન મળ્યું

ભારતીય ટીમની સ્ટાર ઓપનર શેફાલી વર્માને બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે. સિલેક્ટર્સે તેને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમમાં સ્થાન આપ્યું હતું. પરંતુ તે પ્રભાવિત ન કરી શકી. ત્યારે તેના બેટમાંથી ફક્ત 3, 47, 31 અને 75 રન આવ્યા. જ્યારે ઓસ્ટ્રેલિયા-A સામે, તેણે ફક્ત 3, 3 અને 41 રન બનાવ્યા હતા. ભારતીય વિમેન્સ ટીમ માટે, સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલની જોડીએ જોરદાર પ્રદર્શન કર્યું અને પોતાના દમ પર ટીમ માટે ઘણી મેચો જીતી હતી. વર્લ્ડ કપ 2025 માટે, મંધાના-રાવલની જોડી વિશ્વાસ જતાવ્યોછે.

ભારત બે વાર વિમેન્સ વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું છે

ભારતીય વિમેન્સ ટીમમાં હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, જેમિમા રોડ્રિગ્સ વગેરે બેટ્સમેનનો સમાવેશ થાય છે. જ્યારે બોલિંગ એટેકમાં રેણુકા સિંહ, અરુંધતી રેડ્ડી, રાધા યાદવ અને સ્નેહ રાણા વગેરે ખેલાડીઓનો સમાવેશ થાય છે. ભારતીય ટીમ હજુ સુધી વિમેન્સ વર્લ્ડ કપનો ખિતાબ નથી જીતી શકી. ભારત બે વાર (2005, 2017) વિમેન્સ વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું હતું, પરંતુ બંને વખત તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

વિમેન્સ વર્લ્ડ કપમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે

વિમેન્સ વર્લ્ડ કપ 2025 માટે ભારતસહિત કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે. આમાં પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની ટીમો શામેલ છે. ભારતીય વિમેન્સ ટીમ 30 સપ્ટેમ્બરે શ્રીલંકાની ટીમ સામે પોતાનો પહેલો મુકાબલો રમશે.

વિમેન્સ વર્લ્ડ કપ માટે ભારતની ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ કેપ્ટન), પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટ કીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટ કીપર), દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, અમનજોત કૌર, રાધા યાદવ, શ્રી ચરાણી, ક્રાંતિ ગૌડ, અરુંધતી રેડ્ડી, રેણુકા.