Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Ashwin's statement after CSK gave clarification on Dewald Brevis signing

ડેવાલ્ડ બ્રેવિસ પર CSKનો જવાબ જોઈને અશ્વિને કરવી પડી સ્પષ્ટતા, કહ્યું- 'લોકો આખી વાત નથી સાંભળતા'

Timeછેલ્લું અપડેટ : 17 Aug 2025
લાઇવ ટીવીGoogle News
ડેવાલ્ડ બ્રેવિસ પર CSKનો જવાબ જોઈને અશ્વિને કરવી પડી સ્પષ્ટતા, કહ્યું- 'લોકો આખી વાત નથી સાંભળતા'
સોર્સ : GSTV

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના ડેવાલ્ડ બ્રેવિસના કોન્ટ્રકટ અંગે જારી કરાયેલા નિવેદન બાદ ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિને પોતાના દાવાને સ્પષ્ટ કર્યો છે. અશ્વિને અગાઉ કહ્યું હતું કે IPL ફ્રેન્ચાઇઝીએ સિઝનની મધ્યમાં સાઉથ આફ્રિકાના બેટ્સમેનને સાઈન કરવા માટે વધારાના પૈસા ચૂકવ્યા હતા, જે નિયમોની વિરુદ્ધ હતું. આ અંગે, પાંચ વખતના ચેમ્પિયન ટીમર શનિવારે એક નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે બ્રેવિસનો કોન્ટ્રકટ નિયમો અનુસાર હતો.

App Store

હવે આ બાબતે, અશ્વિને કહ્યું છે કે તેના નિવેદનને તોડી-મરોડીને અડધું રજૂ કરવામાં આવ્યું હતું. તેણે કહ્યું છે કે સોશિયલ મીડિયાના યુગમાં, એક નિવેદન પસંદ કરવામાં આવે છે અને હેડલાઇન બનાવવામાં આવે છે. તેણે કહ્યું છે કે, "જે લોકો આખી વાત નથી સાંભળતા, તેઓ પોતાના મુજબ અર્થ કાઢે છે."

ક્રિકેટ પર ધ્યાન છે

અશ્વિને તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું છે કે તેણે ક્યારેય નથી કહ્યું કે CSK એ બ્રેવિસના કિસ્સામાં કંઈ ખોટું કર્યું છે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા અશ્વિને કહ્યું છે કે તેણે પોતાના નિવેદનમાં તથ્યો રજૂ કર્યા હતા.

અશ્વિને કહ્યું, "હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે મારું ધ્યાન સોશિયલ મીડિયા પર થતી ગપસપ કરતાં ક્રિકેટ પર વધુ છે. અમે યુટ્યુબ પર એવા વીડિયો બનાવીએ છીએ જેમાં અમે અમારા વિચારો વ્યક્ત કરીએ છીએ. જે લોકો અમારા વીડિયો જુએ છે તેઓ કંઈ ખોટું નથી કરતા અને જે લોકો તેમને નથી જોતા તેઓ તેમની ઈચ્છા મુજબ નિવેદનને તોડીને રજૂ કરે છે. આજના યુગમાં, એક નિવેદન પર સમાચાર બનાવી દેવામાં આવે છે."

CSK એ ગુર્જપનીત સિંહની જગ્યાએ સિઝનની મધ્યમાં બ્રેવિસને સાઈન કર્યો હતો, ગુર્જપનીત ઈજાને કારણે સિઝનની બહાર હતો. ગુર્જપનીતને ફ્રેન્ચાઈઝીએ ઓક્શનમાં 2.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને તે જ રકમ બ્રેવિસને આપવામાં આવી હતી, જે નિયમો અનુસાર છે. બ્રેવિસ 75 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ સાથે ઓક્શનમાં પ્રવેશ્યો હતો પરંતુ તેને કોઈ ખરીદનાર નહતો મળ્યો. બાદમાં તે સિઝનની મધ્યમાં ટીમમાં આવ્યો અને હિટ બન્યો.

ચેન્નઈને ગોલ્ડ મળ્યો

અશ્વિને કહ્યું કે, "બ્રેવિસ જે રીતે બેટિંગ કરી રહ્યો છે, CSKના હાથમાં સોનું છે. તેને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય ઉત્તમ હતો. તે શાનદાર બેટિંગ કરી રહ્યો છે, લાંબા છગ્ગા મારી રહ્યો છે."

બ્રેવિસ હાલમાં સાઉથ આફ્રિકાની ટીમ સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે અને T20 સિરીઝમાં ધમાલ મચાવી રહ્યો છે. 'બેબી એબી' તરીકે પ્રખ્યાત આ ખેલાડીએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર સદી ફટકારી હતી.