Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Cricket Australia CEO's big statement on Test

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના CEOનું ટેસ્ટ અંગે મોટું નિવેદન, કહ્યું- 'વિશ્વમાં દરેક દેશે રમવાની જરૂર નથી'

Timeછેલ્લું અપડેટ : 14 Aug 2025
લાઇવ ટીવીGoogle News
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના CEOનું ટેસ્ટ અંગે મોટું નિવેદન, કહ્યું- 'વિશ્વમાં દરેક દેશે રમવાની જરૂર નથી'
સોર્સ : Google

વર્લ્ડ ક્રિકેટમાં વર્તમાન સમયે જોવા જઈએ તો, કોઈ એક ફોર્મેટમાં ભવિષ્યને લઈને ઘણીવાર ચર્ચા થતી હોય તો તે છે ટેસ્ટ ક્રિકેટ. ICC દ્વારા ટેસ્ટ ક્રિકેટને બચાવવા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પણ શરૂ કરવામાં આવી હતી, જેમાંથી અત્યાર સુધી કુલ ત્રણ સિઝન રમાઈ ચૂકી છે. તો હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વર્તમાન CEO ટોડ ગ્રીનબર્ગ તરફથી ટેસ્ટ ક્રિકેટના ભવિષ્ય અંગે એક મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે દરેક દેશોને આ ફોર્મેટ ન રમવાની સલાહ આપી છે.

App Store

'ટેસ્ટ ક્રિકેટનો અભાવ આપણા માટે નુકસાનકારક નથી પણ ફાયદાકારક'

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના CEO ટોડ ગ્રીનબર્ગએ આપેલા એક  નિવેદનમાં કહ્યું હતું કે, "મને નથી લાગતું કે ટેસ્ટ રમતા દેશોની કોઈ નિશ્ચિત સંખ્યા છે. પરંતુ મને લાગે છે કે ભવિષ્યમાં ટેસ્ટ ક્રિકેટનો અભાવ આપણા માટે નુકસાનકારક નહીં પણ ફાયદાકારક રહેશે. મારો કહેવાનો મતલબ એ છે કે મને નથી લાગતું કે, વિશ્વ ક્રિકેટમાં દરેક દેશે ટેસ્ટ ક્રિકેટ રમવાની ઈચ્છા રાખવી જરૂરી હોય. આમાં કોઈ મુશ્કેલી નથી. કેટલાક લોકો ટેસ્ટ ક્રિકેટ પસંદ કરે છે, કદાચ તેમને મારું નિવેદન નહીં ગમે, પરંતુ જો આપણે કેટલાક દેશો જે આર્થિક રીતે નબળા છે, તેમને ટેસ્ટ ક્રિકેટ રમવા માટે દબાણ કરીશું, તો આપણે ખરેખર આ દેશોને નાદાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ."

ઓસ્ટ્રેલિયા આ વર્ષના અંતમાં કરશે એશિઝની મેજબાની 

વર્ષ 2025ના અંતમાં ઓસ્ટ્રેલિયામાં એશિઝ સિરીઝ રમાશે, જેને લઈને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સિવાય વિશ્વ ક્રિકેટના મોટાભાગના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ટેસ્ટ ક્રિકેટના ભવિષ્ય વિશે ટોડ ગ્રીનબર્ગનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે એક તરફ ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચેની રોમાંચક ટેસ્ટ સિરીઝનો અંત આવ્યો છે, તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝને એકતરફી ટેસ્ટ સિરીઝમાં હરાવ્યું છે, અને ન્યુઝીલેન્ડે પણ ઝિમ્બાબ્વે સામે સરળતાથી સિરીઝ જીતી લીધી છે.